એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સની સાથે વ્યૂહાત્મક સહભાગીદારી કરી

Spread the love

આ સહયોગને પરિણામે એયુ એસએફબીના અલગ-અલગ પ્રકારના બિઝનેસના વિવિધ ગ્રાહકો વિશ્વસનીય, સ્થિર અને પરવડે તેવા વીમાના ઉકેલો મેળવી શકશે

મુંબઈ

ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) અને અગ્રણી પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની (યુઆઇઆઇસી)એ એયુ એસએફબીના ગ્રાહકોને જનરલ ઇન્શ્યોરન્સના વ્યાપક ઉકેલો પૂરાં પાડવા માટે વ્યૂહાત્મક સહભાગીદારી કરવાની જાહેરાત કરી છે. તેમાં મોટર વીમો, વ્યક્તિગત અકસ્માત વીમો, પાકનો વીમો, સંપત્તિનો વીમો, દુકાનદાર માટેનો વીમો, સાઇબર ઇન્સિડેન્ટ વીમાનો સમાવેશ થાય છે.

આજે એયુ એસએફબી અને યુઆઇઆઇસીએ ઔપચારિક રીતે વ્યૂહાત્મક ગઠબંધનનો કરાર કર્યો છે, જે તેમની સહયોગાત્મક વિકાસયાત્રાનું એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી સીઇઓ ઉત્તમ તિબ્રેવાલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂપેશ સુશીલ રાહુલ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ સહભાગીદારી એયુ એસએફબીના ‘ફોરએવર બેંક’ના વિઝનને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું એક અર્થપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં વ્યાપક નાણાકીય ઉકેલો પૂરો પાડવાનો છે.

આ સહભાગીદારીને પગલે એયુ એસએફબી 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રાહકોના વૈવિધ્યસભર બેઝ માટે એક પસંદગીનો વિકલ્પ બની રહેશે, જે તેમને વિશ્વસનીય અને પરવડે તેવા જનરલ ઇન્શ્યોરન્સ ઉકેલો પૂરાં પાડશે. આ સહભાગીદારી યુઆઇઆઇસીના 1000 ટીયર 2 અને ટીયર 3 સ્થળોએ આવેલી શાખાઓના વ્યાપક નેટવર્કનો લાભ ઉઠાવે છે, જે એયુ એસએફબીના વિસ્તરી રહેલા આંતરમાળખાં અને ગ્રાહકોના વિકસી રહેલા પોર્ટફોલિયોને અનુરૂપ છે.

હાલમાં જ રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) સમક્ષ યુનિવર્સલ બેંકિંગ લાઇસેન્સ માટે અરજી કરનારી એયુ એસએફબી તેના તમામ સેગમેન્ટોના 1 કરોડથી વધારે ગ્રાહકોને નવા, ટેકનોલોજીથી સક્ષમ વીમા ઉકેલો પૂરાં પાડવા તેના બેન્કેશ્યોરન્સ પોર્ટફોલિયોને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી કરીને

એયુ એસએફબીએ તેના ‘વિકસિત ભારત’ના લક્ષ્યોની સાથે સુસંગત રહીને વિવિધ બિઝનેસ સમુદાયો અને વંચિત વિસ્તારોમાં પોતાની સેવાઓ પૂરી પાડવાની પોતાની કટિબદ્ધતાને મજબૂત બનાવી છે.

આ નોંધપાત્ર કરાર કરવાના પ્રસંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી સીઇઓ ઉત્તમ તિબ્રેવાલે જણાવ્યું હતું કે, ‘અમે ખૂબ જ સમૃદ્ધ વારસો અને સમગ્ર ભારતમાં વ્યાપક નેટવર્ક ધરાવનારી ખ્યાતનામ પીએસયુ વીમા કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની સાથે સહભાગીદારી કરીને ખૂબ જ ખુશ છીએ. બે સક્ષમ સંસ્થાઓની સંયુક્ત કુશળતા સમગ્ર દેશમાં ફેલાયેલા એયુ એસએફબીના ગ્રાહકોને પારદર્શક અને વ્યક્તિગત બેંકિંગ ઉકેલો પૂરાં પાડવામાં મદદરૂપ થશે. અમારી આ સહભાગીદારી રીટેઇલ અને એસએમઈ સેગમેન્ટ્સમાં પરવડે તેવા અને રિસ્ક-અંડરરિટન ઉત્પાદનો પૂરાં પાડીને ‘વંચિતોને પ્રાથમિકતા’ આપવાના અમારા પ્રયાસોની દિશામાં એકસાથે માંડવામાં આવેલું પગરણ છે.’

આ સહભાગીદારી અંગે વાત કરતાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર ભૂપેશ સુશીલ રાહુલ અને જનરલ મેનેજર એચ. આર. ગંગવાલે જણાવ્યું હતું કે, ‘આ સહભાગીદારીને પરિણામે અમારા ખૂબ જ મૂલ્યવાન અને નવીન પ્રકારના જનરલ ઇન્શ્યોરન્સ ઉત્પાદનો એયુ એસએફબીના 2,414 ટચપોઇન્ટ્સ ખાતે ગ્રાહકોના નોંધપાત્ર રીતે વ્યાપક બેઝને ઉપલબ્ધ થઈ શકશે. ટોચના ટિયરથી સમર્થિત નવા યુગની સેવાઓ અને ડિજિટલ ફર્સ્ટના અમારા અભિગમ દ્વારા અમે અમારા ગ્રાહકોને સંરક્ષણના વ્યાપક લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થવા માટે સુસજ્જ છીએ. મને વિશ્વાસ છે કે, ‘કસ્ટમર ફર્સ્ટ’નું અમારું સંયુક્ત વચન અમને લાંબા અંતર સુધી સાથે લઈ જશે અને એક અમારી સહભાગીદારીને સફળ બનાવશે, કારણ કે અમે ભેગા મળીને ઘણાં લોકોના લક્ષ્યોને શક્ય બનાવીએ છીએ.’

Total Visiters :124 Total: 1476361

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *