Infra.Market ભારતનું સૌથી મોટું AAC બ્લોક મેન્યુફેક્ચર કરનાર બન્યું,ટકાઉક્ષમ બાંધકામમાં નવા માપદંડો સેટ કર્યા

Spread the love

મિલિયન ક્યુબિક મીટરની મજબૂત વાર્ષિક ક્ષમતા સાથે સમગ્ર ભારતમાં 9 મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ચલાવે છે

 ભારતની અગ્રણી બાંધકામ સામગ્રી કંપનીઓમાંની એક Infra.Market ઓટોક્લેવ્ડ એરેટેડ કોન્ક્રીટ (AAC) બ્લોકની ભારતની સૌથી મોટી મેન્યુફેક્ચર કરનાર કંપની બની ગઈ હોવાથી તેણે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ મુકામ પર હાંસલ કર્યું છે. સમગ્ર દેશમાં નવ પ્લાન્ટ્સ સાથે, કંપની હવે 3 મિલિયન ક્યુબિક મીટરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જેની મદદથી તેણે વિવિધ પ્રાદેશિક બજારોને અસરકારક રીતે સેવા આપીને તેમજ પરિવહન ખર્ચ અને પર્યાવરણ પર થતી અસરોમાં ઘટાડો કરીને ભારતમાં ટકાઉક્ષમ બાંધકામની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું આગળ ભર્યું છે.

મોટી સંખ્યામાં લોકો હરિત વિકલ્પ તરીકે AAC બ્લોક અપનાવી રહ્યા હોવાથી, હાલમાં પરંપરાગત ઈંટ બજારમાં 7-8%નું પ્રતિનિધિત્વ કરે છે. તેને મોટી સંખ્યામાં અપનાવવામાં આવી રહ્યાં હોવાથી બાંધકામમાં પર્યાવરણીય સમસ્યાઓ અંગે લોકોમાં વધી રહેલી જાગૃતિ પ્રતિબિંબિત થાય છે અને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સભ્ય તરીકે, Infra.Market ટકાઉક્ષમ બાંધકામ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે સામેલ છે.

Infra.Marketના રિટેઇલ વિભાગના પ્રેસિડેન્ટ પંકજ ફડનીસે કહ્યું હતું કે, “AAC બ્લોક ઉત્પાદનમાં અમારો વિકાસ એ ભારતના બાંધકામ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોનો પ્રતિભાવ છે.”. તેમણે કહ્યું હતું કે, “અમને એવી પ્રોડક્ટ લોકોને પૂરી પાડવામાં ગૌરવ છે જે સારું પરફોર્મન્સ આપે છે અને બિલ્ડિંગ પ્રોજેક્ટ્સના કારણે પર્યાવરણ પરથી અસરને ઘટાડવામાં મદદ કરે છે. આ વિસ્તરણને ટેક્નોલોજી અને ઓટોમેશનમાં નોંધપાત્ર રોકાણો દ્વારા સમર્થન મળ્યું છે અને સમગ્ર ભારતમાં ટકાઉક્ષમ બાંધકામ સામગ્રીની વધી રહેલી માંગને પહોંચી વળવામાં મદદ કરશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે જે કરીએ છીએ તેમાં માત્ર ગ્રેડ-1 AAC બ્લોકનું ઉત્પાદન કરવાની હૃદયના ઊંડાણથી પ્રતિબદ્ધતા છે. આ બ્લોક મજબૂત અને વિશ્વસનીય છે. અમારી ટૅગલાઇન, ‘મજબૂત બ્લોક, મજબૂત દિવારેં’ (મજબૂત બ્લોક, મજબૂત દિવાલો) સમયની કસોટી પર પરખાયેલા ઉત્પાદનો પૂરા પાડવાના અમારા વચનને પ્રતિબિંબિત કરે છે, જેના પર તમે નિર્ભર રહી શકો એવી તાકાત અને વિશ્વાસ પ્રદાન કરે છે.”

કંપની આવનારા વર્ષોમાં તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

AAC બ્લોક ઓછા વજનવાળા તેમ છતાં મજબૂત, ઉર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ છે – જે આધુનિક બાંધકામમાં વધુને વધુ મહત્વપૂર્ણ બની રહેલું સંયોજન છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટમાં રિસાયકલ કરવામાં આવતી સામગ્રીનો સમાવેશ થાય છે અને શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન ગુણવત્તા પૂરી પાડવામાં આવે છે. ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ તમામ નવ ઉત્પાદન સુવિધાઓમાં સતત ગુણવત્તા અને કાર્યક્ષમ ઉત્પાદનની ખાતરી કરે છે. કંપનીની R&D લેબ ઇનોવેશન અને સખત ગુણવત્તા નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટના પરફોર્મન્સમાં વધુ વધારો કરે છે. સસ્તા અને પર્યાવરણને અનુકૂળ આવાસ ઉકેલો પૂરા પાડવાનો ઉદ્દેશ્ય રાખતી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) જેવી સરકારી પહેલો સાથે આ સારી રીતે અનુરૂપ છે.

Infra.Marketનો ટોચના AAC બ્લોક ઉત્પાદક તરીકે ઉદય ભારતના બાંધકામ ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. તે પર્યાવરણીય જવાબદારી સાથે પરફોર્મન્સને સંતુલિત કરતી સામગ્રીની પસંદગી વધી રહી હોવાનું સૂચવે છે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, હુબલી, કોલ્હાપુર, મુંબઈ, પાણીપત અને પુણેમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવતી આ કંપની ટકાઉક્ષમ બિલ્ડિંગ પ્રથાઓ આગળ ધપાવવા માટે અને સમગ્ર દેશમાં બાંધકામ ક્રાંતિને સમર્થન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે.

Total Visiters :124 Total: 1476317

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *