અમદાવાદ
ITF – J30 સપ્ટેમ્બર 2024 ટેનિસ ટુર્નામેન્ટનું અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં સત્તાવાર રીતે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA) અને અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન (ACTF) ના પ્રમુખ ચિંતન પરીખ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રીમલ ભટ્ટ, GSTA ના સચિવ, ભરત ચોકશી, ACTF ના સચિવ, મુકુલ શુક્લ, ACTF ના ઉપપ્રમુખ, રણજીત ઠાકોર, ACTF ના મુખ્ય કોચ હાજર રહ્યા હતા.
વડોદરા ગુજરાતના સાતમી ક્રમાંકિત (1395 જૂનિયર આઈટીએફ) શૈવી ગૌરવ દલાલે જોરદાર પ્રયાસ બાદ પાર્થસારથી અર્જુન મુંડે (1702 ક્રમાંકિત) સામે જીત મેળવી હતી, 3 કલાકથી વધુ ચાલેલી મેચમાં શૈવીએ પહેલો સેટ 6 7 ( 4 7) ટાઈ બ્રેક ગુમાવીને વળતી લડત સાથે બીજો સેટ 6 4 અને ત્રીજો સેટ 7 5 થી જીત્યો હતો.
Total Visiters :774 Total: 1476089