ટુર્નામેન્ટની શરૂઆતમાં, ગુજરાતની 4થી ક્રમાંકિત અવની ચિતાલેએ અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેલંગાણાની દિવિજા મન્નેનીને શક્તિશાળી પ્રદર્શન સાથે હરાવી. હાલમાં ITF 1155 ક્રમાંકિત ચિતાલેએ ITF 3665 ક્રમાંકિત મેનેનીને મુશ્કેલીમાં મુકવા માટે તેના સર્વ અને ડાઉન-ધ-લાઇન શોટના વ્યૂહાત્મક મિશ્રણનો ઉપયોગ કર્યો. અવનીએ 6-3,અને 6-1ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. .
દિવસની અન્ય એક રસપ્રદ મેચમાં, ગુજરાતના ક્વોલિફાયર તનય શર્માએ અંજન સાંઈ બુરેલા સામે પ્રથમ સેટ 6-3થી જીતીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે, સાઇબુરેલાએ અદ્ભુત અનુભવ અને શાનદર પ્રદર્શન કરીને, આગામી બે સેટમાં 7-6, 6-1થી જીત મેળવી હતી. સાઈ બૂરેલાએ આ વિજય સાથે આખરે બીજા રાઉન્ડમાં તેનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.
Total Visiters :808 Total: 1473598