“મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું
· ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ
· આ ફેલોને ગ્લોબલ લીડર્સ અને નિષ્ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે 10-મહિનાના માળખાબદ્ધ કાર્યક્રમમાં જોડવામાં આવશે
· ફેલોશીપના બીજા રાઉન્ડ દ્વારા, રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના વિકાસ ક્ષેત્રની ઈકોસિસ્ટમને વિસ્તારવા મહિલા સશક્તિકરણ માટેના પોતાના એજન્ડાને આગળ લઈ જઈ રહ્યું છે
મુંબઈ
રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસીસ 2024-2025 વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ માટે 50 અસાધારણ મહિલાઓની પસંદગીની ઘોષણા કરતા રોમાંચ અનુભવે છે. સામાજિક અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલો તરીકે સમાજ અને પોતાના સમુદાયોમાં પરિવર્તન લાવવાની સઘન પ્રતિબધ્ધતા ધરાવનારી મહિલાઓની ફેલોશીપના આ દ્વિતીય ચરણ માટે પસંદગી કરાઈ છે.
ભારત 2023માં જી20નું અધ્યક્ષ બન્યું તે સમયે પહેલીવાર ફોકસ મહિલાઓના વિકાસથી ખસીને મહિલાના નેતૃત્વમાં વિકાસ તરફ લઇ જવામાં આવ્યું હતું. ભારતનો સહિયારો તેમજ અફર સમર્પણભાવ જ જી20 નવી દિલ્હી લીડર્સ ઘોષણાપત્રમાં વ્યક્ત કરાયેલા ‘જાતિય સમાનતા અને તમામ મહિલાઓ-કન્યાઓના સશક્તિકરણ’ના નિશ્ચયને સાકાર કરશે.
હવે આ વિઝનના ભાગરૂપે, વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ દ્વારા સામાજિક ક્ષેત્રની લીડર્સ અને સામાજિક ઉદ્યમશીલ મહિલાઓમાંથી પ્રતિભાવાન વિમેનલીડર્સ માટે લીડરશીપના ગુણો કેળવવાની તકોનું સર્જન કરાશે.
વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ 2024-2025નો શુભારંભ ગત સપ્ટેમ્બર 13-14, 2024ના રોજ મુંબઈમાં થયો હતો, જ્યાં દરેક ફેલોને ભારતના તેમજ વિશ્વભરના નિષ્ણાતો સાથે જોડાઈને કાંઈક શીખવાની તક પ્રાપ્ત થઈ હતી.
આ ઘોષણા કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે,“મહિલાઓ જ્યારે નેતૃત્ત્વ સંભાળે, ત્યારે આપણે અશક્ય લાગતા હકારાત્મક ફેરફારને પણ વાસ્તવિક બનાવી શકીએ છે, આપણે નવા વિચારો અને સંભાવનાઓને ચર્ચામાં લાવીએ છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન તથા વાઈટલ વોઈસીસ દ્વારા પ્રાયોજિત વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ 2024-2025 માટે પસંદગી પામેલી 50 ફેલોને અભિનંદન પાઠવીએ છીએ! એક મહિલા હંમેશા બીજી મહિલા માટે મજબૂત નેટવર્ક, આનંદ અને કાંઈક શીખ લઈને આવે છે, અને આ બાબત જ ફેલોશીપનો પાયો છે. આના થકી સામાજિક ક્ષેત્ર પરની અસરોને સુદૃઢ અને સ્થિર બનાવી શકીશું. સામાજિક ક્ષેત્ર માટે સાથે મળીને પરિવર્તન લાવવાના આ પ્રોગ્રામનો હિસ્સો બનવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.”
“સામાજિક પરિવર્તનનો શંખનાદ ફૂંકવામાં અગ્રેસર રહેનારી ખરી મહિલા લીડર્સની ભારતની નવી પેઢીને ટેકો આપવામાં રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને રોમાંચ છે. અમે માનીએ છીએ કે, અમારા સહિયારા નેટવર્ક અને સંસાધનોનોને સાથે જોડીને, અમે વિમેનલીડર્સને આ ટેકો, મેન્ટરશીપ અને માર્ગદર્શન પૂરું પાડી શકીએ છીએ, કારણ કે તેઓ ભારતમાં અને અહીંથી બહાર પણ પરિવર્તનની ખરી મશાલચી બની રહેશે,” એમ વાઈટલ વોઈસીસ ક્લોબલ પાર્ટનરશીપની પ્રેસિડેન્ટ અને સીઈઓ એલાઈસ નેલ્સને કહ્યું હતું.
આવનારા દસ મહિના દરમિયાન, દરેક ફેલો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને (સાતત્યપૂર્ણ વિકાસ ધ્યેયો) આગળ ધપાવવા માટે તેમના વ્યક્તિગત પ્રોજેક્ટ પર કામ કરશે, અને ભારતીય તથા વૈશ્વિક નિષ્ણાતો સાથે લીડરશીપ ડેવલપમેન્ટ વેબિનાર તાલિમ દ્વારા તેમનું સમર્થન કરાશે. આનો ઉદ્દેશ તેમની અનોખી કુશળતાનું સ્તર ઊંચુ લાવીને તેમના નેટવર્કની રચના કરવાનું છે. તદુપરાંત, દરેક ફેલોને તેમની આ સફર દરમિયાન વ્યક્તિગત માર્ગદર્શન માટે મેન્ટર્સ સુધી પહોંચ પ્રાપ્ત થશે, તેમજ હાલના તથા એલ્યુમ્ની ફેલો પાસેથી પણ પિયર-ટુ-પિયર માર્ગદર્શન માટેની તક મળશે. વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપના અંતે વ્યક્તિગત મેળાવડો યોજાશે જેમાં ફેલો દ્વારા તેમના એસડીજી પ્રોજેક્ટમાં તેમણે હાંસલ કરેલી પ્રગતિની ચર્ચા કરશે તેમની સફળતાઓને સેલિબ્રેટ કરશે. વિમેનલીડર્સ ઈન્ડિયા વાસ્તવમાં સામાજિક ક્ષેત્રમાં મહિલા લીડર્સના મજબૂત સમુદાયનું સર્જન કરવા તેમજ ભારતભરમાં મહિલાઓની-આગેવાનીમાં વિકાસની શક્તિનો લાભ મેળવીને ભારતભરમાં સાતત્યપૂર્ણ પરિવર્તનનો શુભારંભ કરવા ઈચ્છે છે.
વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલો 2024-2025ને ચાર મહત્ત્વના ક્ષેત્રોમાં તેમની અસરકારક કામગીરી માટે બિરદાવાય છેઃ જલવાયુ પ્રતિરોધકતા, શિક્ષણ, વિકાસ માટે રમતગમત અને આજીવિકાનું ઉપાર્જન, જેના માટે નવતર ઉપાયોનો ઉપયોગ કરીને ભારતના કેટલાક સૌથી તાકીદના પડકારોને ઝીલવાના છે. ભાવિ પેઢીઓના સશક્તિકરણથી લઈને સમુદાયોમાં પરિવર્તન લાવવા સુધી, આ ફેલો લાંબા સમય સુધી ટકી રહે તેવા અર્થતંત્ર, સામાજિક અને પર્યાવરણીય પરિવર્તન, જાતિય સમાનતાને આગળ ધપાવવા તેમજ સહિયારી, ભવિષ્યનો વિચાર કરતી પહેલો દ્વારા સામુદાયિક પ્રતિરોધકતાને સુદૃઢ બનાવવા માટેના પ્રયાસોનું નેતૃત્ત્વ કરી રહ્યા છે અને એ જ પરિવર્તન માટેના ખરા ચાલકો છે.
ડિસેમ્બર 2022માં પ્રારંભિક પહેલ દરમિયાન ફેલોની પસંદગી શિક્ષણ, ગ્રામિણ પરિવર્તન, આજીવિકાને સુદૃઢ બનાવવા તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિકાસ માટે સ્પોર્ટ્સ પર દેશના ગ્રામિણ તથા અર્ધ-શહેરી વિસ્તારોમાં પાયાના સ્તરે તેમની કામગીરીના આધારે પસંદગી કરાઈ હતી. દક્ષિણી તટીય ગામોમાં કચરાના નિકાલથી માંડીને ઉત્તર-પૂર્વ ભારતમાં પોષાય તેવા ઊર્જાના સ્ત્રોતો સુધીના વિવિધ પ્રશ્નો તથા ભૌગોલિક વિસ્તારોમાં કામ કરીને, ફેલોના પ્રથમ જથ્થાએ લીડરશીપ તકોમાં વૃદ્ધિ, વધેલો આત્મવિશ્વાસ તેમજ તેમના કામોમાં એસડીજી-સંબંધિત પ્રોજેક્ટ્સમાં સુધરેલું સહભાગીપણું નોંધાવ્યું હતું.