Latest News
Image default
લાઈફસ્ટાઈલ

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાએ 87 વર્ષની વયે ધોરણ-12 પાસ કર્યું

ભિવાની

એક કહેવાત છે કે, જીવનમાં કશું શીખવા માટે કોઈ પણ ઉંમરે પ્રયાસ કરી શકાય છે. દુનિયામાં એવા ઘણાં ઉદાહરણ છે કે લોકો રિટાયરમેન્ટ પછી સાહસ શરુ કરે અને તેમાં સફળતા મેળવી હોય. આવી જ એક ઘટના બની છે કે જે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈનેલો પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલા પર સંપૂર્ણ રીતે લાગુ પડે છે. ઓમ પ્રકાશ ચૌટાલાએ 87 વર્ષની ઉંમરે ધોરણ-10 અને 12 પાસ કર્યા છે. હરિયાણા શિક્ષણ બોર્ડના અધિકારીઓ એક કાર્યક્રમ દરમિયાન ભિવાની પહોંચ્યા હતા અને ચૌટાલાને સન્માન સાથે તેમની માર્કશીટ સોંપી હતી.
તેમણે 87 વર્ષની ઉંમરે જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. કાશ્મીરના નેતા ઉમર અબ્દુલ્લાએ તેમને શુભેચ્છા પાઠવી છે, અબ્દુલ્લાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, એક વ્યક્તિ શીખવા માટે ક્યારેય ઘરડી નથી થતી, શુભેચ્છાઓ ચૌટાલા સાહેબ.
ઓમ પ્રકાશ ચૌટાલાની વાતને મળતી આવતી વાર્તા હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ દસવીમાં જોવા મળી હતી. ફિલ્મમાં એક જાટ નેતાની વાત હતી જેમણે જેલમાં જઈને ધોરણ-10નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ફિલ્મમાં જાટ નેતાની ભૂમિકામાં અભિષેક બચ્ચન હતા. હવે એવી વાત હરિયાણના પૂર્વ સીએમ સાથે બની છે. આ ખબર સામે આવતા અભિષેક બચ્ચેને પણ રિએક્ટ કર્યું છે. એક ન્યૂઝ પોર્ટલનો આર્ટિકલ શેર કરીને તેમને ઓમ પ્રકાશ ચૌટાલાને શુભેચ્છાઓ પાઠવી છે.
ઓમ પ્રકાશ ચૌટાલા ધોરણ-10ની અંગ્રેજીની પરીક્ષામાં 100માંથી 88 માર્ક્સ મેળવ્યા છે. 2021માં ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણા ઓપન બોર્ડ હેઠળ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. જોકે, 5 ઓગસ્ટે તેમનું પરિણામ રોકી દેવામાં આવ્યું હતું, કારણ કે તેમણે ધોરણ-10ની અંગ્રેજીની પરીક્ષા પાસ નહોતી કરી. 2019માં ચૌટાલા કોઈ કારણોથી અંગ્રેજીનું પેપર આપવાનું ચૂકી ગયા હતા.
શિક્ષણ ભર્તી કૌભાંડમાં ઓમ પ્રકાશ ચૌટાણા 2013થી 2 જુલાઈ 2021 સુધી દિલ્હીની તિહાડ જેલમાં સજા કાપી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ શરુ કર્યો હતો. ચૌટાલાએ 82 વર્ષની ઉંમરમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કૂલથી ઉર્દૂ, સાયન્સ અને સોશિયલ સ્ટડીઝ અને ઈન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ વિષયમાં 53.40 ટકા માર્ક્સ મેળવીને ધોરણ-10ની પરીક્ષા પાસ કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

મગજમાં માઈક્રોચિપ ઈમ્પ્લાન્ટ કરાતાં ઓસ્ટ્રેલિયને પ્રથમ મેસેજ કર્યો

Samachar Viswa

દુલ્હને સજી ધજીને મંડપમાં ત્રણ કલાક રાહ જડોવી પડી, રસપ્રદ છે કારણ

Samachar Viswa

નૌશાદ ફોર્બ્સના પુસ્તક ધી સ્ટ્રગલ એન્ડ પ્રોમીસઃ રિસ્ટોરીંગ ઇન્ડિયાઝ પોટેન્શિયલનું વિમોચન

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો