Latest News
Image default
આંતરરાષ્ટ્રીય

ઉત્તર અમેરિકાના ડેથવેલીમાં રાત્રે પણ તાપમાન 30-35 ડીગ્રી રહે છે

ન્યૂયોર્ક

ભારતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વરતાવી રહી છે પરંતુ દુનિયામાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ ઉત્તર અમેરિકામાં આવેલા ડેથવેલી નામના સ્થળે તા 10 જુલાઇ 2013 માં 56.7 ડિગ્રી નોંધાયેલો જેના કારણે આજે પણ આ સ્થળ પૃથ્વી પરની સૌથી વધારે ગરમ માનવામાં આવે છે. ડેથવેલીનું  વિક્રમજનક તાપમાન ડેથવેલીના ગ્રીનલેન્ડ રેંચ નામના સ્થળ પરથી માપવામાં આવ્યું હતું. 2013માં 8 થી 14 જુલાઇ ડેથવેલીના ઇતિહાસમાં સૌથી હોટેસ્ટ સ્પેલ રહેલો જેમાં સળંગ ત્રણ દિવસ 130 ડીગ્રી ફેરનહિટ રહયું હતું.

ડેથવેલીનું રાત્રે પણ તાપમાન 30થી 35 ડિગ્રી જેટલું રહે છે. જયારે દિવસનું સરેરાશ તાપમાન 46 થી 48 જેટલું રહે છે આટ આટલી કાળઝાળ ગરમી છતાં  વરસાદ ૨ ઉંચ જેટલો નહિંવત પડે છે. જો કે 2004માં ડેથવેલીમાં 6.4 ઇંચ જેટલો રેકોર્ડ તોડ વરસાદ પડતા પુર આવ્યું હતું. આથી જુદી જુદી પ્રજાતિઓના જીવજંતુઓનો પરિચય કરાવતા નેશનલપાર્કને 9 દિવસ બંધ રાખવો પડયો હતો. ડેથવેલીની વિન્ટર અને સ્પ્રીગ ખુબજ ખૂશનુમા હોય છે.

ડેથવેલીનું ઊંચા તાપમાન માટે તેનો સેપ અને ઉંડાણ પણ જવાબદાર છે. અહીંના પથ્થરો ગરમ થઇને જયારે ગરમી વાતાવરણમાં પાછી ફેંકે ત્યારે ભઠીમાં શેકાવાનો અનુભવ થાય છે. બીજુ કે કેલિફોર્નિયામાં આવેલું આ સ્થળ દરિયાની સપાટીથી 282 ફુટ નીચે છે.

જયારે એક હજાર ફુટે તાપમાનમાં 3 થી 5 ફેરનહિટનો ઘટાડો થાય છે. કેલિફોર્નિયામાં આવેલું ડેથવેલી રણ ઉત્તર અમેરિકામાં સૌથી ગરમ સ્થાનોમાં ગણાય છે. અહિંયા સતત ગરમ લૂ વાતી હોવાના લીધે જીવન જીવવું અઘરુ હોવાથી તેનું નામ ડેથવેલી પડયું છે.

જો કે વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે લિબિયાના રણ પ્રદેશમાં આવેલા અલ અજીજિઆ નામના સ્થળે 13 સપ્ટેમ્બર 1922ના રોજ દુનિયાનું સૌથી ઉંચુ તાપમાન 58 ડિગ્રી નોંધાયું હતું. આ અંગેના રેકોર્ડ પણ મળતા હતા પરંતુ વર્લ્ડ મિટિરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશને એક અભ્યાસ કરીને થોડાક સમય પહેલા જ માન્ય ગણ્યું ન હતું,

કારણ કે એ વખતે તાપમાનને માપવા માટેના સાધનો, સગવડતા અને નોલેજ પણ ઓછું હતું. બીજુ કે આ સ્થળ રણમાં આવેલું હોવાથી તેના રેકોર્ડ જોઇને છેવટે આ સાચું નથી એમ જણાવતા ડેથ વેલી જ દુનિયામાં સૌથી હાઇએસ્ટ તાપમાન ધરાવે છે.

સંબંધિત પોસ્ટ્સ

ગેસ પેટે રૂબલ ચુકવવાનો ફાન્સનો ઈનકાર

Samachar Viswa

ઓમિક્રોનથી સંક્રમિતો ઝડપથી સાજા થયા, કોઈ મોત નહીં

Samachar Viswa

બાઈડેન પોલેન્ડમાં યુક્રેન સંકટ પર ચર્ચા કરશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો