Latest News
Image default
રાષ્ટ્રીય

27 માસ બાદ સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને સુપ્રીમે જામીન આપ્યા

નવી દિલ્હી

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને આખરે જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચે ગુરૂવારે આઝમ ખાનને વચગાળાના જામીન આપ્યા હતા. યુપીની સીતાપુર જેલમાં તે 27 ફેબ્રુઆરી 2020થી બંધ છે.  હવે દેશની સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ આઝમ ખાન 27 મહિના બાદ જેલમાંથી બહાર આવશે.

આ પહેલીવાર નથી જ્યારે આઝમ ખાન મહિનાઓ જેલમાં વિતાવ્યા બાદ આવી રહ્યા છે.  ઈમરજન્સી દરમિયાન પણ તેઓ જેલમાં હતા. 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ આઝમ ખાનને જેલમાં જવું પડ્યું હતું.  ત્યારબાદ તેઓ 19 મહિના જેલના સળિયા પાછળ રહ્યા બાદ બહાર આવ્યા હતા.

વર્ષ 2017માં યુપીમાં યોગી સરકારના આગમન બાદ આઝમ ખાન વિરુદ્ધ એવા કાયદાકીય સકંજામાં એક પછી એક કુલ 89 કેસ નોંધાયા હતા. 26 ફેબ્રુઆરી 2020ના રોજ આઝમની રામપુરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે 27 ફેબ્રુઆરી 2020થી સીતાપુર જેલમાં બંધ છે.  હવે 27 મહિના જેલમાં રહ્યા બાદ આઝમ ખાનને તમામ કેસમાં જામીન મળી ગયા છે.

આઝમને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. આઝમને વચગાળાના જામીન મળ્યા બાદ તેમના પુત્ર અને સ્વારના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ ઝિંદાબાદ.

સંબંધિત પોસ્ટ્સ

ભારતે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

Samachar Viswa

કોલસાની અછતને લીધે દેશના ડઝન રાજ્યોમાં ઘેરું બનતું વીજ સંકટ

Samachar Viswa

મહારાષ્ટ્રમાં રાજકીય અરાજકતા, ફડણવીસનું કદ વધ્યું, ઉદ્ધવ-પવારની પકડ ઢીલી પડી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો