Latest News
Image default
રાષ્ટ્રીય

કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પરત કરવાની માગ કરતી અરજી કોર્ટે સ્વિકારી

મથુરા

જ્ઞાનવાપી મસ્જિદ સર્વે વિવાદ વચ્ચે, મથુરામાં જિલ્લા ન્યાયાધીશની અદાલતે ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહના કેસની સુનાવણી દરમિયાન નિર્ણય સંભળાવ્યો હતો. હરિશંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, શ્રી કૃષ્ણ વિરાજમાનને કેસ દાખલ કરવાનો અધિકાર છે. હવે આ મામલે સિવિલ જજની કોર્ટમાં સુનાવણી થશે.

હરિશંકર જૈને કોર્ટ સિવિલ જજ સિનિયર ડિવિઝનમાં શ્રી કૃષ્ણ વિરાજમાનના નામે દાવો દાખલ કર્યો હતો. જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પરત કરવાની માંગણી કરવામાં આવી છે. આ એજ જમીન છે જેના પર રાજવી ઇદગાહનો કબજો છે. આ દાવાને 30 સપ્ટેમ્બર 2020ના રોજ વરિષ્ઠ સિવિલ જજની અદાલતે ફગાવી દીધો હતો.

જે બાદ હરિશંકર જૈને જિલ્લા કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જે બાદ જિલ્લા કોર્ટે ચાર વિરોધ પક્ષોને નોટિસ ફટકારી હતી. કોર્ટમાં લાંબી સુનાવણી બાદ આજે જિલ્લા ન્યાયાધીશે હરિશંકર જૈનની અરજી પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.

અગાઉ, સિવિલ કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે એ કહીને કે, તમે શ્રી કૃષ્ણ વિરાજમાનના અનુયાયી છો અને શ્રી કૃષ્ણ વિરાજમાન કેસ દાખલ કરી શકતા નથી. અરજીમાં ભગવાન કૃષ્ણ વતી શ્રી કૃષ્ણના જન્મસ્થળની 13.37 એકર જમીન પરત મેળવવા કોર્ટને વિનંતી કરવામાં આવી છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઔરંગઝેબના આદેશથી લગભગ ચારસો વર્ષ પહેલાં મંદિરને તોડી પડાઇ અને જમીન પર ગેરકાયદે કબજો કરીને કેશવદેવ ટેકરા અને શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી.

 

સંબંધિત પોસ્ટ્સ

ગુરૂગ્રામમાં જાહેરમાં નમાઝનો વિરોધ કરતા 20ની ધરપકડ

Samachar Viswa

ભારે વરસાદથી આસામમાં તબાહી, ફસાયેલી ટ્રેનમાંથી 119 લોકોને બચાવાયા

Samachar Viswa

ઝારખંડની આઈએએસ પૂજા સિંઘલ, તેના પતિ અને સીએની ઈડી દ્વારા પૂછપરછમાં અનેક રહસ્યો ખુલશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો