Latest News
Image default
Latest News

અગ્નિપથના વિરોધમાં બિહારમાં તોફાનીઓએ ભાજપના કાર્યાલયને આગ ચાંપી દીધી

નવી દિલ્હી

ભારતીય સશસ્ત્ર દળમાં ટૂંકાગાળાની ભરતી કરવાની નવી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આ વિરોધનો વંટોળ હવે હિંસક બની રહ્યો છે. આ જ અરસામાં ભાજપ સરકારની આ નીતિનો ભોગ ભાજપનું કાર્યાલય જ બન્યું છે.

મળતી માહિતી અનુસાર બિહારના ગુસ્સે ભરાયેલા યુવાનોએ અગ્નિપથ સ્કીમનો વિરોધ કરતા હવે ભાજપનું કાર્યાલય જ ફૂંકી માર્યું છે. બિહારના મધેપુરામાં આવેલ બીજેપીનું કાર્યાલય યુવાનોએ આગ હવાલે કર્યું છે.

આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

કોરોનાનો ટાર્ગેટ વિદ્યાર્થીઓ, કર્ણાટકની મેડિકલ કોલેજના 66 છાત્ર પોઝિટિવ

Samachar Viswa

કેટરિના-વિકી કૌશલ સામે ફરિયાદ નોંધાઈ

Samachar Viswa

પશ્ચિમ બંગાળમાં દેવી-દેવતાની મૂર્તિઓની તોડફોડ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો