Latest News
Image default
Latest News

અગ્નિપથમાં સેવા આપનારને આજીવન અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે, સસ્તી લોન મળશે

નવી દિલ્હી

સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના કારણે દેશના અનેક શહેરોમાં હિંસા વ્યાપી છે પરંતુ સરકાર તો આ યોજનાને શક્ય તેટલી ઝડપથી અમલમાં લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. ઉપરાંત આ નવી યોજના માટે જરૂરી ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે.

સવારે ગૃહ મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએઆરએફ) તથા આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. ત્યારે હવે સંરક્ષણ મંત્રાલયે પણ આ યોજના માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગ્નિવીરોને રિટાયરમેન્ટ બાદ સરકાર તરફથી શું સુવિધા આપવામાં આવશે તે અંગેની જાહેરાત કરી છે.

સંરક્ષણ મંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યું છે કે, જે નવયુવાનો 4 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ બહાર નીકળશે તેમને પણ સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ જવાનોને આજીવન અગ્નિવીર તરીકે જ ઓળખવામાં આવશે.

ટ્વિટમાં લખ્યું છે કે, ‘મને આનંદ છે કે, આ અગ્નિવીરોની સૈનિક સેવા સમાપ્ત થયા બાદ અનેક સરકારી વિભાગોમાં પસંદગી માટે તેમને પ્રાથમિકતા આપવાની ઘોષણા થઈ ચુકી છે. જો તેઓ અન્ય કોઈ કામ કરવા ઈચ્છે છે તો તેમને સસ્તા દરે લોનની સુવિધા પ્રદાન કરવામાં આવશે.’

વધુમાં લખ્યું હતું કે, દેશની સેનાઓમાં અગ્નિવીર માત્ર નવા રિક્રુટ્સ લાવવા માટેનું નામ નથી પરંતુ તેમને પણ એવી જ ક્વોલિટી ટ્રેઈનિંગ આપવામાં આવશે જે આજે સેનાઓના જવાનોને મળી રહી છે. ટ્રેઈનિંગનો સમય ભલે ઓછો હશે પરંતુ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં થાય.

સંબંધિત પોસ્ટ્સ

ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનની 416 વિકેટ, અક્રમને પાછળ છોડ્યો

Samachar Viswa

ઢોલ વગાડીને મન્નત પર આર્યન કાનનું સ્વાગત કરાયું

Samachar Viswa

ઓમિક્રોનના મુકાબલા માટે ભારતમાં પણ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવા ભલામણ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો