Latest News
Image default
Latest News

છ સત્ર બાદ બજારમાં તેજી, સેન્સેક્સનો 237, નિફ્ટીનો 57 પોઈન્ટનો કૂદકો

મુંબઈ

સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 237 પોઈન્ટના વધારા સાથે 51,598 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે 15,350 પર બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને પાછલા દિવસોથી સતત ઘટાડા પર બ્રેક લગાવી અને અંતે લીલા નિશાન પર બંધ થયું. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા સેન્સેક્સ 237 પોઈન્ટના ઉછાળા સાથે 51,598 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે 15,350 પર બંધ થયો હતો.

અગાઉ બીએસઈ સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ  સેન્સેક્સ ઈન્ડેક્સ 135 પોઈન્ટ ઘટીને 51,360 પર જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 67 પોઈન્ટ ઘટીને 15,293 પર બંધ થયો હતો.

સંબંધિત પોસ્ટ્સ

અંબાલા-દિલ્હી હાઈવે પર ત્રણ બસ ટકરાતાં પાંચનાં મોત, આઠ ઘાયલ

Samachar Viswa

સેન્સેક્સમાં 115, નિફ્ટીમાં 33 પોઈન્ટનું ગાબડું

Samachar Viswa

હોળી પહેલાં શેરબજારમાં ગુલાબી તેજી, સેન્સેક્સનો 1039, નિફ્ટીનો 312 પોઈન્ટનો કૂદકો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો