Latest News
Image default
રાજ્ય

સોશિયલ મીડિયાનો પ્રેમ અનસોશિયલ નિકળ્યો, કોર્ટ મેરેજના 15 દિવસમાં જ પતિએ પોત પ્રકાશ્યું

રાજકોટ

રાજકોટના પેડક રોડ પર આવેલી એક સોસાયાટીમાં રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી યુવતીનો પરિચય સોશિયલ મીડિયા દ્વારા એક યુવક સાથે થયો હતો. આ યુવક ગોંડલનો હતો. થોડા સમય સુધી બંનેએ વાતચીત કર્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીએ ગોંડલના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યાના પંદર જ દિવસમાં પતિએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરું કર્યું હતું. શંકાશીલ પતિના ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટના પેડક રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી હીના (નામ બદલ્યું છે)એ બીકોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ યુપીએસસીની તૈયારીઓ શરુ કરી હતી. આઠ મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ દ્વારા હીનાનો પરિચય ગોંડલમાં રહેતા યુવક સાથે થયો હતો. બાદમાં પ્રેમ થતાં પાંચ મહિના પહેલાં યુવતીએ માતા-પિતાને જાણ કર્યા વગર જ ગોંડલ કોર્ટમાં મેરેજ કર્યા હતા.
હીનાએ કરેલાં આક્ષેપ મુજબ, લગ્ન બાદ તે પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ સાથે રોકાઈ હતી. બાદમાં તે યુપીએસસીની તૈયારીઓ કરવા માટે ગાંધીનગર આવી હતી. આ દરમિયાન પતિ અવાર-નવાર વિડીયો કોલ કરીને વાતચીત કર્યા કરતો. હીના પોતે ક્લાસમાં હોય ત્યારે પણ પતિ વાતચીત કરવાનું કહેતો અને માનસિક ટોર્ચર કરતો હતો. જેના કારણે હીનાને અભ્યાસમાં ખલેલ પહોંચતી હતી. સાથે જ તેનો પતિ ખોટી શંકા રાખીને વિડીયો કોલમાં વાત કરવા માટે મજબૂર કરતો અને ત્રાસ આપતો હતો.
આ દરમિયાન બે મહિના પહેલાં હીનાના માતા-પિતા ગાંધીનગર આવ્યા હતા. ત્યારે હીનાએ લગ્ન અંગે વાત કરી હતી અને પતિ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાની વાત કરી હતી. સાથે જ એવું પણ કહ્યું હતું કે હવે તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. જે બાદ તેઓ તરત જ રાજકોટ આવ્યા હતા. બાદમાં હીનાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ્સ

સુરતમાં સ્ટ્રોમ ડ્રેનેજમાં પડેલો શખ્સ અડધો કિમીનું અંતર કાપી બહાર નિકળ્યો

Samachar Viswa

જાતીય શો,ણનો બોગ બનેલાઓની મદદ માટે રાજ્યની હાઈકોર્ટે ડીજીપીને આપ્યો ખાસ આદેશ

Samachar Viswa

અમદાવાદમાં ઈલેક્ટ્રિકના બીલ ભરવા ખોટા મેસેજ ફરતા થયા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો