Latest News
Image default
લાઈફસ્ટાઈલ

હેડફોનથી ફ્રાન્સમાં 25 ટકા વસતીમાં સાંભળવાની સમસ્યા

પેરિસ

આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે. જેમાં લોકો હેડફોનનો ઉપયોગ મોબાઈલમાંથી સોંગ સાંભળવા કે વીડિયો જોવા માટે કરે છે. ફ્રાન્સની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ફ્રાન્સમાં 25 ટકા વસ્તીને સાંભળવામાં સમસ્યાઓ જોવા મળી છે અટલે કે તેઓ બહેરાશનો શિકાર બન્યા છે. ફ્રાન્સમાં આ અંગે અભ્યાસ કરવામાં કરવામાં આવ્યો છે. જેમાં 18થી 75 વર્ષની ઉંમરના 186,460 લોકોનો સમાવેશ થાય છે.

સંશોધકોનું માનવું છે કે, પહેલા સંશોધન માત્ર નાના સ્તર પર જ કરવામાં આવતું હતું પરંતુ આ વખતે કરવામાં આવેલા સંશોધન મુજબ, લોકોને જીવનશૈલી, સોશિયલ આઈસોલેશન, ડિપ્રેશન અને મોટેથી સંગીતના સંપર્કને કારણે સાંભળવાની સમસ્યા થાય છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, સુગર અને ડિપ્રેશનના કારણે સાંભળવામાં તકલીફ જોવા મળે છે. તો બીજી કેટલાક લોકો એકલતા, શહેરનું ધ્વનીપ્રદુષણ અને હેડફોનના ઉપયોગના કારણે પરેશાન છે.

ફ્રાન્સમાં માત્ર 37 ટકા લોકો હિયરિંગ એડનો ઉપયોગ કરે છે. ધૂમ્રપાન કરનારાઓ અને ઉચ્ચ BMI ધરાવતા લોકો પણ હિયરિંગ એડનો ઓછો ઉપયોગ કરે છે. વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ફ્રાન્સના આરોગ્ય વિભાગે લોકોને હિયરિંગ એડની સહાય મફતમાં ઉપલબ્ધ કરાવી હતી. હિયરિંગ એડ સહાય માટે વીમાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વમાં લગભગ 150 મિલિયન લોકો કોઈને કોઈ સ્વરૂપમાં સાંભળવાની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. 2050 સુધીમાં આ સંખ્યા વધીને 250 કરોડ થવાની સંભાવના છે. તેથી તેને સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોવામાં આવે છે.

હેડફોનના વધુ પડતા ઉપયોગથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. લાંબા સમય સુધી હેડફોનથી ગીતો સાંભળવાથી કાનમાં સુન્નતા આવી શકે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, હેડફોનનો વધુ પડતો ઉપયોગ કાનમાં જીણો અવાજ આવવો, ચક્કર, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો અને કાનમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આપણા કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે જે ધીમે ધીમે ઘટીને 40-50 ડેસિબલ થઈ જાય છે જેના કારણે બહેરાશની ફરિયાદ થવા લાગે છે.

હેડફોન પર સતત મોટા અવાજમાં સંગીત સાંભળવાથી માત્ર કાન પર જ નહીં પરંતુ હૃદય પર પણ ખરાબ અસર પડે છે.  આટલું જ નહીં, કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઉંમર સાથે વધે છે. તેથી જ ડોકટરો હેડફોન પર ઓછા વોલ્યુમમાં સંગીત સાંભળવાની સલાહ આપી છે.

હેડફોનથી જો તમે જોરથી મ્યુઝિક સાંભળો છો તો આ મજા તમારા માટે સજા સમાન બની શકે છે. સાથે જ જો તમે   ઓફિસમાં કે ઘરે ગીતો સાંભળતી વખતે તમારા હેડફોન એકબીજા સાથે શેર કરો છો તો આવું કરવાનું ટાળો. આવું કરવાથી તમારા કાનમાં ઈન્ફેક્શનનો ખતરો ખૂબ વધી જાય છે.

દરરોજ હેડફોનનો ઉપયોગ કરવાથી તમારા મગજને પણ ઘણું નુકશાન થાય છે. કારણ કે સંગીતના જોરદાર વાઈબ્રેશનને કારણે આપણે માનસિક બીમારીનો ભોગ બનીએ છીએ. તેની સાથે માથાનો દુખાવો અને ઊંઘ ન આવવા જેવી બીમારીઓ પણ થવા લાગે છે.

જો તમે પણ કાન સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો જરૂર પડે ત્યારે જ હેડફોનનો ઉપયોગ કરો. સસ્તા હેડફોનને બદલે સારી ગુણવત્તાના હેડફોનનો ઉપયોગ કરો. સાથે જ તમારે દિવસમાં 60 મિનિટથી વધુ ઈયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

 

સંબંધિત પોસ્ટ્સ

ગર્લફ્રેન્ડના રૂમમાંથી કંપની બનાવીને યુવક અબજોપતિ બન્યો

Samachar Viswa

પાકિસ્તાનમાં સગાઓમાં લગ્નને લીધે આનુવંશિક વિકારના કેસ વધી રહ્યા છે

Samachar Viswa

યુવક 21 વર્ષનો થતાં જ હાઈકોર્ટે લિવઈનના સબંધોને મંજૂરી આપતાં યુગલે લગ્ન કરી લીધા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો