Latest News
Image default
સ્પોટર્સ

લીસેસ્ટરશાયરની સામેની પ્રેક્ટિસ મેચમાં ચાર ભારતીય ખેલા઼ડી યજમાન ટીમ માટે રમશે

બર્મિંઘમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જૂલાઈથી એકમાત્ર ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. આ મહત્વના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાને આજે એટલે કે, 23 જૂનથી 4 દિવસની પ્રેક્ટિસ મેચ રમવાની પણ તક મળશે.

ભારત આ મેચ લીસેસ્ટરશાયરની સામે રમશે. રસપ્રદ વાત એ છે કે, ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં પોતાના 4 ખેલાડીઓને વિપક્ષી ટીમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આ 4 ખેલાડીઓ- ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા છે. આ તમામ લીસેસ્ટરશાયર તરફથી સેમ ઈવાન્સની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા સામે પ્રેક્ટિસ મેચમાં રમશે.

આ નિર્ણય ભારતીય ટીમના બધા સદસ્યોને મેચની પ્રેક્ટિસ કરાવવા માટે લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1થી 5 જૂલાઈ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આ એકમાત્ર પ્રેક્ટિસ મેચ હશે. આ ટેસ્ટ મેચ છેલ્લા વર્ષની સીરિઝની પાંચમી સ્થગિત મેચ છે. ભારત આ સીરિઝમાં 2-1થી આગળ છે.

લીસેસ્ટરશાયર ક્લબ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એલસીસીસી, બીસીસીઆઈ અને ઈસીબી તમામ પ્રવાસી ટીમના ચાર ખેલાડીઓને રનિંગ ફોક્સ ટીમનો ભાગ બનવાની મંજૂરી આપવા માટે સંમત થયા છે જેથી ટીમના તમામ સભ્યો પ્રેક્ટિસમાં ભાગ લઈ શકે.

ક્લબ તરફથી એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રેક્ટિસ મેચમાં બંને ટીમો તરફથી 13-13 ખેલાડીઓ ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, વધુ ફ્લેક્સિબિલીટી પ્રદાન કરવા અને બોલિંગ વર્કલોડને સંચાલિત કરવામાં મદદ કરવા માટે બંને બાજુના 13 ખેલાડીઓ સાથે મેચ રમાશે.

બંને ટીમો આ પ્રકારે છેઃ ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમમ્દ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

લીસેસ્ટરશાયર સીસીસી: સેમ ઈવાન્સ (કેપ્ટન), રેહાન અહમદ, સેમ બેટ્સ, નેટ બોલી, વિલ ડેવિસ, જોય એવિસન, લુઈસ કિમ્બર, અબી સકાંડે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જશપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

સંબંધિત પોસ્ટ્સ

ચેન્નાઈ આઈપીએલમાં કયા વિદેશી ખેલાડીને રિટેન કરશે?

Samachar Viswa

દક્ષિણ આફ્રિકા-ભારતની રાજકોટની ટી20 પર વરસાદનું ગ્રહણ

Samachar Viswa

સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડસમાં રાઘવ અગ્રવાલ ચેમ્પિયન

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો