Latest News
Image default
મનોરંજન

મહારાષ્ટ્રના રાજકારણ પર મિર્ઝાપુરના મુન્ના ભાઈનો કટાક્ષ, સેલ…સેલ…સેલ… ધારાસભ્ય લઈ લો..

મુંબઈ

મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે જે પ્રકારે બાગી વલણ અપનાવ્યું છે તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે. મહારાષ્ટ્રની રાજકીય હલચલ મામલે નેતાઓ અને સામાન્ય જનતા ઉપરાંત સેલિબ્રિટીની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે.

‘મિર્ઝાપુર’ નામની અતિ લોકપ્રિય બનેલી વેબ સિરીઝમાં મુન્ના ભૈયા તરીકે છવાઈ જનારા અભિનેતા દિવ્યેંદુ શર્માએ પણ મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે ટીખળ કરતી એક પોસ્ટ મુકી છે. દિવ્યેંદુએ ટ્વિટમાં કોઈ જ નેતા કે પક્ષનું નામ લીધા વગર જ કટાક્ષ કર્યો છે.

અભિનેતાએ લખ્યું હતું કે, ‘સેલ…સેલ…સેલ… ધારાસભ્ય લઈ લો…આ કહેવાતા નેતાઓ માટે રાજકારણ એ એક ધંધો જ છે.’ દિવ્યેંદુની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

દિવ્યેંદુ તાજેતરમાં જ રીલિઝ થયેલી ‘સાલ્ટ સિટી’ વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો હતો. ગત 16 જૂનના રોજ રીલિઝ થયેલી ‘સાલ્ટ સિટી’ વેબ સિરીઝમાં દિવ્યેંદુ એક અલગ જ અંદાજમાં દેખાયો હતો.

સંબંધિત પોસ્ટ્સ

પ્રિયંકા-જોનાસે પુત્રીનું નામ માલ્તી મેરી ચોપરા જોનસ પાડ્યું

Samachar Viswa

પનામા પેપર્સ કેસમાં ઈડી દ્વારા ઐશ્વર્યા રાયને સમન

Samachar Viswa

બચપન કા પ્યાર ફેમ સહદેવને અકસ્માત થતા માથામાં ઈજા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો