Latest News
Image default
સ્પોટર્સ

ઈંગ્લેન્ડમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે બે સદી ફટકારવાનો પંતનો રેકોર્ડ

નવી દિલ્હી

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે શાનદાર પ્રદર્શન સાથે પોતાના ટેસ્ટ કરિયરની 5 મી સદી ફટકારી. પંત 111 બોલ પર 146 રન બનાવીને આઉટ થયા. પોતાની ઈનિંગમાં તેમણે 20 ચોગ્ગા અને 4 સિક્સર મારી. સદીની ઈનિંગ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પંતે પોતાના નામે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

પંત દુનિયાના એકમાત્ર એવા ક્રિકેટર બની ગયા છે જેમના નામે ઈંગ્લેન્ડમાં મહેમાન વિકેટકીપર બેટ્સમેન તરીકે બે સદી ફટકારવાનો રેકોર્ડ છે. પંતે એજબેસ્ટ ટેસ્ટ પહેલા વર્ષ 2018માં ધ ઓવલમાં પણ ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. એટલે કે ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં પંત પહેલા એવા ક્રિકેટર થઈ ગયા છે જેઓ મહેમાન વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડમાં 2 સદી ફટકારવામાં સફળ રહ્યા છે.

પંત સિવાય જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી અને ખૂબ રન બનાવ્યા. બંનેની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ 222 રનની પાર્ટનરશિપ થઈ. મેચના અંતે જાડેજાએ 83 રન બનાવ્યા હતા. પંતની શાનદાર ઈનિંગનો અંત જો રૂટે કર્યો.

પંત અને જાડેજાએ મળીને પણ એક ખાસ કમાલ ટેસ્ટ ક્રિકેટમાં કર્યો. જોકે પંત અને જાડેજાએ એજબેસ્ટમાં ભારત તરફથી કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ મેદાન પર ધોની અને પ્રવીણ કુમારે વર્ષ 2011માં 8મી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ કરી હતી. મોહિન્દર અમરનાથ અને અજહરે આ મેદાન પર વર્ષ 1986માં ચોથી વિકેટ માટે 89 રન કર્યા હતા. વર્ષ 1979માં ગાવસ્કર અને ચેતન ચૌહામને પહેલી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી.

સચિન તેંડુલકરે ઋષભ પંતની સદીને લઈને ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યુ, ખરેખર અદ્ભુત ઈનિંગ, શાનદાર. રવીન્દ્ર જાડેજાની પણ મહત્વની ઈનિંગ. સ્ટ્રાઈક શ્રેષ્ઠ રોટેટ ની. ઈરફાન પઠાણે પણ પંતના ખૂબ વખાણ કર્યા. તેમણે લખ્યુ, ઋષભ પંત…. અને ટેસ્ટમાં તેમનો પંચ ચાલુ છે. તેમને સુપર સ્ટાર કહેવાનુ કારણ સામે છે. હરભજન સિંહે ટ્વીટ કરી. શાનદાર સદી, જ્યારે ટીમને સૌથી વધારે જરૂર હતી. આને ચાલુ રાખો.

સંબંધિત પોસ્ટ્સ

નેશનલ ચેસ માટેની પસંદગી સ્પર્ધા અંડર-20માં જોય ધ્યાન વિજેતા

Samachar Viswa

દ.આફ્રિકાને હરાવીને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈલનલમાં

Samachar Viswa

વિરાટની રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોને પ્રવેશના મુદ્દે વિવાદ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો