Latest News
Image default
રાષ્ટ્રીય

રાજકારણમાં લાલુની છ વર્ષે ફરી એન્ટ્રી, નીતિશને હું શું ગોળી મારું, જાતે જ મરી જશે

પટના

છ વર્ષ બાદ ફરી બિહારમાં લાલુ પ્રસાદ યાદવની રાજકારણમાં એન્ટ્રી થઈ છે.

આજે લાલુ પ્રસાદે બિહારમાં યોજાનારી પેટા ચૂંટણી માટે એક સભાને સંબોધન કર્યુ હતુ અને તેમાં તેમના જુના તેવર ફરી જોવા મળ્યા હતા.

બિહારના સીએમ નીતિશ કુમારને ટાર્ગેટ કરતા લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, નીતિશ કહે છે કે લાલુ પ્રસાદ મને ગોળી મરાવી શકશે પણ મારૂ કહેવુ છે કે, હું તમને શું ગોળી મારૂ, તમે પોતે જ મરી જવાના છો.

લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, બિનસાંપ્રદાયિકતા સાથે મેં ક્યારેય સમાધાન કર્યુ નથી પણ નીતિશ કુમાર આરએસએસના ખોળામાં બેસી ગયા છે. તેજસ્વી યાદવને બિહારની જનતાએ મુખ્યમંત્રી બનાવી દીધા હતા પણ નિતિશ કુમારે દગો કરીને પોતાની સરકાર બનાવી લીધી હતી. હું જેલમાં ના હોત તો આવુ ના થાત.

લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, જો કોઈ પણ આરજેડી સમર્થકને ધમકાવવામાં આવ્યા તો યોગ્ય નહીં હોય. કેન્દ્ર સરાકરે કરેલા પંદર લાખના વાયદાનુ શું થયુ ….ભાજપની સરકારે રેલવે, જહાજ બધુ વેચી દીધુ છે. નીતિશ કહેતા હતા કે હું ભાજપ સાથે નહીં જઉં પણ હવે જુઓ તેમની સરકારની શું હાલત છે. કોઈ એક બાજુ ખેંચે છે તો કોઈ બીજી બાજુ ખેંચી રહ્યુ છે…

સંબંધિત પોસ્ટ્સ

એન્ટી હિન્દુ, બૌદ્ધ અને શીખ ફોબિયાનો જન્મ એક ગંભીર ચિંતાનો વિષયઃ ટી.એસ.તિરૂમૂર્તિ

Samachar Viswa

કોવેક્સિનની અસરકારકતા અપેક્ષાથી ઘણી ઓછી

Samachar Viswa

આતંકને પ્રોત્સાહન આપતા પાક.ને સબક શિખવાડવા ભારત આંતરાષ્ટ્રીય મંચની મદદ લેશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો