Latest News
Image default
વેપાર

દેશમાં હવે લોકો પાસેથી ભંડોળ મેળવીને રસ્તા બનાવાશે

નવી દિલ્હી

કેન્દ્ર સરકાર હવે લોકો પાસેથી નણાંકીય ભંડોળ મેળવીને રોડ-રસ્તાઓ બનાવવાની યોજના ઘડી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યુ કે, અલગ-અલગ પ્રદેશોના રોડ પ્રોજેક્ટસ માટે વિવિધ કેટેગરીઓમાં લગભગ 10 પબ્લિક ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ) લોન્ચ કરવાની યોજના ઘડાઇ રહી છે.

એક મીડિયા અહેવાલ મુજબ, આ રોડ પ્રોજેક્ટ્સના ઇન્વીટ તબક્કાવાર લોન્ચ કરાશે. જેમાં પહેલો પ્રોજેક્ટ આગામી 1 મહિનામાં જ શરૂ થઇ શકે છે. જેની માટે ભારતના હાઇવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે સામાન્ય જનતા પાસેથી નાણાં મેળવશે અને તેમને ભારતની ગ્રોથ સ્ટોરીનો હિસ્સો બનવાની તક અપાશે.

ઇન્વીટમાં મોટાભાગે લાંબા ગાળાના સંસ્થાકીય રોકાણકારો, વીમા કંપનીઓ, પેન્શન ફંડો અને પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ તરફથી રોકાણ કરાય છે. હવે આવા પ્રકારના રોકાણ પર જાહેર જનતાને એક ચોક્કસ વળતર મળશે અને તેઓ દેશની માળખાંકીય સુવિધાઓની વિકાસ યોજનાનો ફાયદો મેળવી શકાશે.

નોંધનીય છે કે, હજી સુધી રોડ અને હાઇવે સેક્ટરમાં ઇન્વીટ મારફતે પબ્લિક ફન્ડિંગ આવ્યુ નથી. અત્યાર સુધી રોડ સેક્ટરના તમામ ઇન્વીટ પ્રાઇવેટ ટ્રસ્ટના રૂપમાં રહ્યા છે, એવામાં આ પ્રસ્તાવિત ઇન્વીટમાં રિટેલ રોકાણકારોનું ભંડોળ મેળવવા માટે સેબી પાસેથી મંજૂરી મેળવવી પડશે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)ની યોજના પોતાના આગામી ઇન્વીટના દ્વાર રિટેલ રોકાણકારો માટે ખોલવાની છે. તે ઉપરાંત ટોલ-ઓપરેટ- ટ્રાન્સફર (ટીઓટી) પ્રોજેક્ટમાં પણ ભવિષ્યાં ઇન્વીટ મારફતે રોકાણના રસ્તાઓ મોકળવા કરવાની યોજના છે.

આ ઓથિરિટી કેન્દ્ર સરકાર અને સેબી રિટેલ રોકાણકારો માટે ઇન્વીટમાં ફિક્સ્ડ રિટર્ન સ્ટ્રક્ચર અંગે પણ વિચારણા કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, શરૂઆતમાં પૂર્ણ થઇ ચૂકેલા રોડ પ્રોજેક્ટમાં રિટેલ અને નાના રોકાણકારોને પણ રોકાણ કરવાની તક મળશે.

આ યોજનાને સરકાર સમર્પિત ઇન્વીટ મારફતે અમલમાં મૂકાશે. જેમાં રૂ. 1 લાખના લઘુત્તમ રોકાણ પણ આઠ ટકાના ફિક્સ્ડ રિટર્નની જોગવાઇ છે. આ રિટર્ન પર સોવરિન ગેરંટી અપાશે, જેથી નાના રોકાણકારોને તેમના મૂડી પર હાઇ લેવલની સુરક્ષા મળશે. નાના રોકાણકારોને આકર્ષવા અને તેમની સુવિધા માટે ટેક્સમાં છુટછાટ આપવાની પણ વિચારણા છે. ઇન્વીટમાં રૂ. 1 લાખ રૂપિયાથી વધુના રોકાણ પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે છે.

સંબંધિત પોસ્ટ્સ

ઝોમેટોએ નવી ફૂડ ક્વોલિટી પોલિસીનો અમલ 3 મે સુધી ટાળ્યો

Samachar Viswa

શહેરોમાં પણ મનરેગા જેવી યોજના લાવવા કેન્દ્રની વિચારણા

Samachar Viswa

કાશ્મીર બાબતે વિવાદાસ્પદ પોસ્ટ પર હુન્ડઈએ ભારતીયોની માફી માગી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો