Latest News
Image default
Latest News

એશિયા કપમાં ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો થશે, જાણો ક્યારે

નવી દિલ્હી

ક્રિકેટના ચાહકો માટે મોટી અપડેટ સામે આવી છે. આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપની તારીખોનુ એલાન કરી દેવાયુ છે. બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા મંગળવારે સાંજે આનુ એલાન કરી દેવાયુ છે. 27 ઓગસ્ટથી શરૂ થનારા આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 28 ઓગસ્ટે સામ-સામે આવશે.

એશિયા કપ આ વખતે ટી-20 ફૉર્મેટમાં રમાશે. પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાનની વચ્ચે દુબઈમાં રમાશે જ્યારે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે રમાશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે.

આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રૂપ મેચ હશે, જે બાદ સુપર-4 ની ટીમની મેચ હશે જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી હશે. રવિવારે 11 સપ્ટેમ્બરે એશિયા કપ 2022ની ફાઈનલ મેચ રમાશે.

એશિયા કપ 2022માં ભારતની મેચ

– 28 ઓગસ્ટ ભારત V/S પાકિસ્તાન, દુબઈ

– 31 ઓગસ્ટ – ભારત V/S ક્વોલિફાય કરનારી ટીમ, દુબઈ

ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ આ પહેલીવાર હશે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે રમશે. તે મેચ પણ યુએઈમાં જ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી માત આપી હતી.

પહેલા આ ઈવેન્ટ શ્રીલંકામાં થવાની હતી પરંતુ શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ત્યાં આ ટુર્નામેન્ટને રાખવામાં આવી નહીં. એવામાં અંતિમ સમયે આને યુએઈ શિફ્ટ કરવામાં આવી છે. જોકે અહીં પણ આ ટુર્નામેન્ટનુ હોસ્ટ શ્રીલંકા ક્રિકેટ જ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

મોદીની સુરક્ષા માટે મ.પ્ર.માં શિવરાજસિંહે મહામૃત્યુંજયના જાપ કર્યા

Samachar Viswa

બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સનો 874, નિફ્ટીનો 256 પોઈન્ટનો કૂદકો

Samachar Viswa

પૂજા દદલાનીની ડાંડાઈ, તબીયતનું બહાનું આપીને એસઆઈટી સમક્ષ હાજર ન થઈ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો