Latest News
Image default
રાજ્ય

અંગ્રેજી બોલવામાં ફાંફા પણ આઈલેટ્સના ખોટા સર્ટિફિકેટ પર વિદેશ ગયેલા 950 ઉમેદવારો પોલીસના રડાર પર

અમદાવાદ

અમેરિકા અને કેનેડા જવાના ગુજરાતીઓના અભરખાના કારણે કેટલાક લોકો ગેરકાયદેસર માર્ગ અપનાવતા પણ અચકાતા નથી. હવે મહેસાણા પોલીસે આઈલેટ્સ (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ની અનિયમિતતા અંગે રાજ્યના સાત સેન્ટર- રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદમાં તપાસના ઘેરામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 950 ઉમેદવારો રડારમાં છે કે જેમણે આઈલેટ્સની પરીક્ષામાં ઊંચો સ્કોર મેળવવા માટે રૂપિયા 14 લાખ આપ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. જેમાંથી મોટાભાગના અમેરિકા કે કેનેડામાં જઈને વસી ગયા છે.
સૂત્રો જણાવે છે કે ડમી સ્ડૂટન્ડનો પહેલા કેસ એપ્રિલ મહિનામાં સામે આવ્યો હતો જ્યારે નડિયાદમાં એક વિદ્યાર્થી પકડાયો હતો. આ પછી બહાર આવ્યું કે નવસારી અને મહેસાણામાં ડમી ઉમેદવારોને બેસાડવા માટે બે કેન્દ્રોના સીસીટીવી બંધ કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ ગોટાળા કરનારો મુખ્ય સૂત્રધાર રિયલ્ટી બિઝનેસમાં છે.
એક રિપોર્ટ પછી પોલીસ એક્ટિવ થઈ, કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ખોટી રીતે અમેરિકામાં ઘૂસેલાએ આઈલેટ્સમાં 7-8 ત્યાંની કોર્ટમાં હિન્દી ટ્રાન્સલેટરની જરુરી પડી હતી. પોસીસ સૂત્રોએ જણાવ્યું કે તેમની પરીક્ષા પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે યુએસ કોન્સ્યુલેટ જનરલે મહેસાણા પોલીસને કેસની તપાસ કરવાનો નિર્દેશ કર્યો તે પછી પોલીસે તપાસ શરુ કરી હતી.
એક પોલીસે અધિકારીએ જણાવ્યું કે અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને લગભગ 5 વર્ષથી ખોટા આઈલેટ્સના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે.
એક પોલીસે અધિકારીએ આ વિશે વિસ્તારથી જણાવ્યું કે, અંગ્રેજીમાં ફાંફાં હોય છતાં અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા ઉમેદવારોને આઈલેટ્સની પરીક્ષા પાસ કરાવવાનો વાયદો કરીને ચોક્કસ રકમની માગણી કરવામાં આવતી હોય છે. જેમાં ઉમેદવાર દીઠ 14 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. મહેસાણાના શખ્સ માટે કામ કરતા એજન્ટ વિદેશ જવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી રૂપિયા મેળવી લે છે.
સ્ટુડન્ટ વીઝા પર કેનેડા જનારા 6 વિદ્યાર્થીઓને અમેરિકાની એજન્સીએ 28 એપ્રિલે પકડી પાડ્યા હતા. તેમને કેનેડા અને અમેરિકાની એજન્સીઓ દ્વારા સેન્ટ રેજિસમાં એક ડૂબતી નાવમાંથી બચાવાયા હતા, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા ખુલાસ થયા અને હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અગાઉ કોઈ વિદ્યાર્થીઓ આ રીતે ગયા છે તેઓ ક્યાં છે તે અંગે પણ હવે પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવશે.

 

સંબંધિત પોસ્ટ્સ

કરજણ નદીમાં ભરૂચના એક પરિવારનાં પાંચ જણાં ડૂબી ગયા

Samachar Viswa

સરખેજમાં ત્રણ લાખના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Samachar Viswa

હિંમતનગરમાં બંધ મકાનમાંથી કરોડના દાગીનાની ચોરી પિતરાઈ ભાઈએ કરી હોવાનું ખુલ્યું

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો