Latest News
Image default
વેપાર

ક્રિપ્ટોમાં ટ્રેડિંગ-રોકાણ માટે પાન કાર્ડ ફરજિયાત કરવા વિચારણા

નવી દિલ્હી

આવકવેરા વિભાગ ક્રિપ્ટોકરન્સીના ટ્રેડરો અને રોકાણકારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ ફરજિયાત બનાવવા વિચારણા કરી રહ્યુ છે અને તે ઇક્વિટી ટ્રેડિંગ માટે ડીમેટ એકાઉન્ટના નિયમોને અનુરૂપ હશે એવુ એક મીડિયા અહેવાલમાં જણાવ્યુ છે.

હાલમાં, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને તે સંબંધિત નફા-કમાણીની ઘોષણા કરવી સ્વૈચ્છિક છે. જો કરવેરા વિભાગ પાન કાર્ડના આદેશને અમલમાં લાવે તો ક્રિપ્ટો એક્સચેન્જોએ આવકવેરા વિભાગ સમક્ષ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સનું સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ ઇચ્છે છે કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગથી થતી આવક ટેક્સ ફાઇલિંગના હેતુઓ માટે કરદાતાઓના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં રજૂ થવી જોઇએ. આથી કરવેરા ટેક્સ વિભાગ ક્રિપ્ટો એક્સચેન્જોને તેમના યુઝરો દ્વારા કરાયેલા તમામ ટ્રાન્ઝેક્શનોની માહિતી આપવા માટે નિર્દેશ આપી શકે છે.

અધિકારીનું એવુ માનવુ છે કે, પાન કાર્ડ ફરજિયાત બનવાથી ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને નો- યોર કસ્ટમર (કેવાયસી) ની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે અને છેવટે આવા ટ્રાન્ઝેક્શનનું સારી રીતે મોનેટરિંગ કરી શકાશે તેમજ કરચોરી અથવા મની લોન્ડરિંગની કોઈપણ ઘટના તપાસ કરવામાં સરળતા રહેશે.

આકારણી વર્ષ 2022-23 માટેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન વિગતો દર્શાવતુ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી આકારણ વર્ષથી આઇટી રિટર્ન ફાઇલ કરતી વખતે આવી માહિતીઓ કરદાતાઓએ રજૂ કરવી પડી શકે છે.

1 જુલાઈથી અમલી બનેલી નવી વ્યવસ્થા હેઠળ આવા ટ્રાન્ઝેક્શનની આઇટી રિટર્નમાં ઘોષણા કરવી પડશે અને દસ્તાવેજો જાળવી રાખવા પડશે. કરકપાત મેળવનાર (વિક્રેતા)ના પાન કાર્ડની વિગત ઉપલબ્ધ નથી તો ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફરના સમયે 20 ટકાના દરે ટેક્સ વસૂલાશે. તે ઉપરાંત

કોઈ વ્યક્તિએ તેનું આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યુ તો પાંચ ટકાના ઉંચા દરે ટીડીએસ વસૂલવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

આર્થિક સર્વેક્ષણમાં જીડીપી 8.5 ટકા રહેવાનો અંદાજ

Samachar Viswa

હવે યુએઈમાં નીયોપે દ્વારા ભીમ યુપીઆઈથી પેમેન્ટ થઈ શકશે

Samachar Viswa

ઈડીના અધિકારીઓએ શાઓમીના અધિકારી પર શારીરિક હિંસાની ફરિયાદ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો