Latest News
Image default
Latest News

દેશની વેપાર ખાદ્ય જુલાઈમાં 1.02 અબજ ડોલરના નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે

નવી દિલ્હી

ભારતના રૂપિયામાં એકતરફી ઘટાડાના કારણે દેશના આર્થિક આંકડા પર અસર વર્તાવાની શરૂઆત થઈ છે. મંગળવારે સાંજે જાહેર થયેલ આંકડા અનુસાર જુલાઈ મહિનામાં ભારતની વેપાર ખાધ 31.02 અબજ ડોલરના નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. આ આંકડો ગયા વર્ષના જુલાઈ મહિનાના આંકડા કરતાં ત્રણ ગણો વધુ છે. તે જ સમયે જૂનમાં ભારતની વેપાર ખાધ 26.18 અબજ ડોલર હતી, જે જુલાઈ પૂર્વેનો ઈતિહાસનો સૌથી ખરાબ આંકડો હતો.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં દેશની આયાત વધીને 66.26 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 46.15 અબજ ડોલર હતી. આ સાથે જુલાઈ,2022માં દેશની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ સ્થિર રહીને 35.24 અબજ ડોલર રહી હતી.

વૈશ્વિક કોમોડિટીના ઊંચા ભાવને કારણે તાજેતરના મહિનાઓમાં ભારતની વેપાર ખાધ ઝડપથી વધી છે. તેને કારણે રૂપિયાના વિનિમય દર પર દબાણ આવ્યું છે. જુલાઈની શરૂઆતથી જ રોજબરોજ યુએસ ડોલર સામે રૂપિયો નવા ઐતિહાસિક તળિયા બનાવતો હતો. 19 જુલાઇના રોજ રૂપિયો 80 રૂપિયા પ્રતિ ડોલરને પાર કરી ગયો હતો અને નવા રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો.

નાણાંકીય વર્ષ 2022માં ભારતની નિકાસ કુલ 429.2 અબજ ડોલર હતી. વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું કે નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 156.41 અબજ ડોલરની નિકાસ થઈ છે. આ દર્શાવે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં અમે 470 અબજ ડોલરના નિકાસનો આંકડો હાંસલ કરવા માટે સરળતાથી આગળ વધી રહ્યાં છીએ. જુન મહિનાની સરખામણીમાં જુલાઇની મર્ચેન્ડાઇઝ નિકાસમાં 12 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.

ભારતની વેપાર ખાધ એપ્રિલ-જુલાઈના ચાર માસમાં એટલે વધીને 100.01 અબજ ડોલર થઈ છે, જે નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ચાર મહિનાની ખાધ 42.07 અબજ કરતાં ઘણી વધુ છે.

સંબંધિત પોસ્ટ્સ

વારાણસીના એક ગામમાં શિવ મંદિરમાં તોડફોડથી તંગદીલી

Samachar Viswa

સૌરાષ્ટ્રમાંથી એટીએસે 18 ગેરકાયદેસર હથિયાર સાથે નવ જણાંને ઝડપી લીધા

Samachar Viswa

નવો વાયરસ ત્રણમાંથી એક દર્દી માટે ઘાતક પુરવાર થઈ શકે છે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો