Latest News
Image default
રાષ્ટ્રીય

મધ્યપ્રેદશમાં ગૌવંશ તસ્કરો પર હુમલો, એક તસ્કરનું મોત

નવી દિલ્હી

મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ગાયની તસ્કરી કરતાં સાથે લોકોએ મારપીટ કરતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10-12 લોકોના ટોળાએ ટ્રકમાં ગાયનો વંશ લઈ જઈ રહેલા તસ્કરોને માર માર્યો હતો.  આ ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ (હોશંગાબાદ) જિલ્લાના બરખાર પાસે બની હતી.જેમાં એક તસ્કરનું મોત થયું હતું. જ્યારે બાકીના બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા એસપી ગુરકરણ સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.

આ ઘટનાને લઇને એસપી ગુરકરણ સિંહે જણાવ્યુ કે,ઘટના મંગળવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે બની હતી. 10-12 લોકોના ટોળા દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશ લઈ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી. ટોળાએ ટ્રકમાં સવાર ત્રણ લોકોને માર માર્યો જેમાં ત્રણેય મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાં 2 ડઝનથી વધુ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે હુમલાના આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે ગેરકાયદેસર ગૌવંશની કલમ પણ લગાવવામાં આવી છે. જ્યારે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

સંબંધિત પોસ્ટ્સ

રાજ્યના નવા વર્ષે પડ્યા પર પાટું, ખાતરની ગૂણીનો ભાવ 1040થી વધીને 1700 થયો

Samachar Viswa

યુપીના એક અધિકારીએ ઓફિસમાં આતંકી ઓસામાં બિન લાદેનનો ફોટો લગાવી તેને પોતાનો ગુરૂ ગણાવ્યો

Samachar Viswa

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતાં ભાજપનાં મંત્રી, સાંસદે મદદ કરી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો