Latest News
Image default
સ્પોટર્સ

યુએસના ફ્લોરિડામાં રમાનારી ભારત-વિન્ડીઝ ટી20ને લઈને ખેલાડીઓના વિઝાને લઈને અનિશ્ચિતતા

નવી દિલ્હી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બાકીની 2 ટી20 મેચો અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. જોકે, ટીમો ઉડાન ભરે તે પહેલા વિઝા ક્લિયરિંગ અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (સીડબલ્યુઆઈ) આશા રાખે છે કે, તમામ ઔપચારિકતાઓ સમયસર પૂર્ણ થઈ જશે. વિઝા મુદ્દે બંને ટીમોના ખેલાડીઓ બુધવારે ગુયાના જશે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચ ખૂબ જ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ 5 મેચની સીરિઝમાં ભારત હવે 2-1થી આગળ છે. ઓપનરની જવાબદારી નિભાવતા સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને 44 બોલમાં 76 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. હવે ચોથી ટી20 મેચ 6 ઓગષ્ટે ફ્લોરિડામાં રમાશે જ્યારે 5મી અને અંતિમ ટી20 પણ ફ્લોરિડામાં 7 ઓગષ્ટે રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વર્તમાન ટી20 સીરીઝમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પ્રથમ અને બીજી ટી20 મેચ વચ્ચે બે દિવસનો તફાવત હતો કારણ કે બંને ટીમો 2 મેચ માટે સેન્ટ કિટ્સ ગઈ હતી. ત્યાર બાદ કિટ બેગ અને બાકીની વસ્તુઓની ઉપલબ્ધતા ન હોવાને કારણે બીજી ટી20 લગભગ 3 કલાકના વિલંબ બાદ શરૂ થઈ હતી. ત્યાર બાદ ખેલાડીઓને પૂરતો આરામ આપવા માટે ત્રીજી ટી20 પણ વિલંબ સાથે શરૂ કરવામાં આવી હતી.

હકીકતમાં અંતિમ 2 ટી20 મેચ માટે બંને ટીમોના કેટલાક ખેલાડીઓને અમેરિકાના વિઝા મળ્યા નથી. સીડબલ્યુઆઈએ કહ્યું હતું કે, વિઝા માટે તમામ અરજીઓ આપવામાં આવી છે. ગુયાનામાં બુધવારે યુએસ વિઝા પ્રવેશ માટે એપોઈન્ટમેન્ટ બુક કરવામાં આવી છે. તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી. બોર્ડે કહ્યું હતું કે, ચોથી અને પાંચમી ટી20આઈ માટે બંને ટીમોએ ગુરૂવાર સુધીમાં ફ્લોરિડા પહોંચવાનું છે.

સંબંધિત પોસ્ટ્સ

બાંગ્લાદેશના બોલર શાકીબ અલ હસનના નામે ટી-20માં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ

Samachar Viswa

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને નવા પ્રકારના બિઝનેસમાં ભાગીદારી કરવી પસંદ છે

Samachar Viswa

નેમાર જુનિયર ફાઈવ ફૂટબોલ સ્પર્ધા માટે ભારતના 19 શહેરોમાં ક્વોલિફાયર યોજાશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો