Latest News
Image default
Latest News

રેવડી ક્લચરના અંત માટે સરકાર-પંચ પગલાં લેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી

દેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા ‘રેવડી કલ્ચર’નો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ફરી એકવાર આદેશ આપતા કહ્યું છે કે, આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર તેનાથી દૂર રહી શકે નહીં અને એવું પણ ન કહી શકે કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ ‘રેવડી કલ્ચર’ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, દેશભરમાં ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જનતાને પોતાની તરફેણમાં બનાવવા માટે ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે. તેને સામાન્ય ભાષામાં ‘રેવાડી કલ્ચર’ કહે છે. સુપ્રીમ કોર્ટે ‘રેવડી કલ્ચર’નો અંત લાવવા માટે નિષ્ણાત સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેમાં કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ,આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દો દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે. આ બાબતે એક સપ્તાહમાં આવી નિષ્ણાત સંસ્થાની દરખાસ્ત માંગવામાં આવી છે. હવે આ પીઆઈએલ પર આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ થશે.

રાજકીય પાર્ટીઓ તરફથી ચૂંટણી પહેલા મફતના સામાન આપવાની જાહેરાત પર રોકવાની માગનું કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે સમર્થન કર્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આવી રીતે ઘોષણાથી અર્થવ્યવસ્થા પર બોઝ પડે છે અને આવા વલણથી આપણે આર્થિક વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ.

ચૂંટણીમાં મુક્ત જાહેરાતના વચન સામે અશ્વિની ઉપાધ્યાયની અરજી પર કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સૈદ્ધાંતિક રીતે અમે આ અરજીનું સમર્થન કરીએ છીએ. મફતમાં આપવું એ અર્થતંત્ર માટે ખતરો સમાન છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે કેન્દ્ર અને ચૂંટણી પંચ બંને પાસેથી જવાબ માંગ્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

કોરોના વકરતા રાજ્ચોને ઓક્સિજનની યોગ્ય વ્યવસ્તા કરવા કેન્દ્રનું સુચન

Samachar Viswa

યુકેની જાણીતી ફૂટબોલ ક્લબને આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી ખરીદવામાં રસ

Samachar Viswa

કાશ્મીરના કુલગામમાં સેનાનું ઓપરેશન, ચાર આતંકીને ઢાળી દીધા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો