Latest News
Image default
રાજ્ય

સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક, સપાટી 123.49 મીટર પહોંચી ગઈ

અમદાવાદ 

ગુજરાતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યનો નર્મદા નદી પર બનેલો સૌથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ 79.63% ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર્સ) પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49 મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની કુલ ઊંચાઈ કરતા માત્ર 6.4 મીટર જ ઓછું છે. 28 જુલાઈ ના રોજ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી હતી, અને ત્યારે પાણીનો જથ્થો 7,119.59 એમસીએમ હતો. આ પછી એક જ અઠવાડિયાની અંદર ડેમમાં 400 એમસીએમ પાણીની આવક થઈ હતી.

પાછલા વર્ષે 4 ઓગસ્ટના રોજ સરદાર સરોવર ડેમમાં 4,416.65 એમસીએમ પાણીનો જથ્થો હતો. જે ચાલુ વર્ષે એ જ તારીખે નોંધવામાં આવેલા જથ્થા કરતા 3,116.25 એમસીએમ ઓછું હતું. અધિકારીએ જણાવ્યું કે સરકાર સરોવર ડેમમાં આ વર્ષે પાછલા વર્ષ કરતા 70.5% વધુ પાણી છે.

જળ સંસાધન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સુધામા રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર 68.03% હતું. વધુમાં જણાવવામાં આવ્યું છે કે 33 જળાશયો એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 48 જળાશયો એવા છે કે જે તેની સંપૂર્ણ ક્ષમતાના 70થી 100% વચ્ચે ભરેલા છે.
સરદાર સરોવર સિવાયના 206 જળાશયોનો સંયુક્ત જળસંગ્રહ 17,187 થાય છે. વધુમાં જણાવાયું કે, ગયા વર્ષે આ જ સમયે, આ 206 ડેમ 11,999 હતા. હજુ પણ 38 જળાશયો એવા છે કે જે 25% થી 50% ભરેલા છે અને 52 25% થી ઓછા ભરેલા છે. ગુરુવારે થયેલા વરસાદ બાદ જે 33 ડેમ ભરાઈ ગયા છે તેમને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
જળ સંસાધન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિંતાજનક મુદ્દો એ છે કે ઉત્તર ગુજરાત 15 ડેમમાં જળસંગ્રહનું સ્તર માત્ર 27.24% જ છે. ગુરુવારે આ ડેમોમાં પાણીનું સંગ્રહ 526.62 એમસીએમ હતું જે પાછલા વર્ષે 4 ઓગસ્ટના રોજ 472.93 હતું.
વાત રાજ્યના અન્ય ભાગોની કરીએ તો મધ્ય ગુજરાતના 17 ડેમો તેમની સંગ્રહ ક્ષમતાના 44. 19% છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 55. 54%, કચ્છમાં 70. 17% અને દક્ષિણ ગુજરાતના 74. 53% છે.

સંબંધિત પોસ્ટ્સ

વડોદરાના ડૉક્ટર દર્શન બેન્કરના ઘર-હોસ્પિટલ પર આઈટીના દરોડા

Samachar Viswa

પ્રથમદર્શી અવલોકનથી પ્રભાવિત થયા વિના રેપનો કેસ ચલાવવા હાઈકોર્ટનો આદેશ

Samachar Viswa

મહીનાં પાણીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સંઘર્ષનાં સંકેત

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો