બેંગકોક
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ચોનબુરીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ત્યાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાના કારણે 13 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 35 અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક સમયાનુસાર શુક્રવાર રાતે આ ઘટના ઘટી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી. જે સમયે આગ લાગી તે સમયે નાઈટક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. ઈજાગ્રસ્તોમાં અમુકની હાલત ગંભીર છે.
નાઈટક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈએ જણાવ્યુ કે સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઈટ ક્લબમાં આગ લગભગ 1.00 વાગે લાગી હતી. મોટા ભાગના પીડિત થાઈ નાગરિક છે. અમુક વિદેશી પણ ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગવાના કારણે તપાસ કરવામાં આવી રહી છે.