Latest News
Image default
રાજ્ય

અમદાવાદમાં મંદિર પાસે વાછરડાના કપાયેલા અંગો ફેંકી બે શખ્સ ફરાર

અમદાવાદ

પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો. બનાવની જાણ થતાં હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સ્થળ પર એકત્ર થયા હતા. ઈસનપુર ગોવિંદવાડી પાસે બનેલા આ બનાવને પગલે મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ એક્ટિવા પર આવેલા બે શખ્સે આ કૃત્ય આચર્યાનો દાવો કર્યો છે.

ઈસનપુર ગોવિંદવાડી પાસે મહાદેવજી મંદિર પાસે આજે વહેલી સવારે એક્ટિવા પર આવેલા શખસો ગાયના વાછરડાના કપાયેલા અંગો ફેંકી ફરાર થયા હતા.પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વધુ પ્રમાણમાં રહેતી હોય છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.

હિન્દૂ સંગઠનોએ ઘટનાને પગલે ઇસનપુર બંધના એલાન સાથે ધરણા પ્રદર્શન કરતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસની પાંચ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ મેટ્રો ફેઝ-1 ઓગસ્ટમાં ખુલ્લો મૂકવાની તૈયારી જોરમાં

Samachar Viswa

રાજ્યમાં 56,17,545 ઈ-મેમો અપાયા, માત્ર 61.42 કરોડની જ વસૂલાત

Samachar Viswa

અમદાવાદ ટ્રાફિક પોલીસની મહિલા કોન્સ્ટેબલની પતિ-સાસરિયા સામે માર મારવાની ફરિયાદ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો