Latest News
Image default
રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહને નાણાંકીય ઉટાપત બદલ જેડીયુની નોટિસ

પટના

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પર જનતા દળ (યુનાઈટેડ) જેડીયુએ મોટો આરોપ લગાવ્યો છે. જેડીયુનું કહેવું છે કે, આરસીપી સિંહે પાર્ટીમાં રહેતા કરોડો રૂપિયાની અગણ્ય સંપત્તિ પોતાના અને પોતાના પરિવારના નામે કરી દીધી છે. બિહાર જેડીયુના અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાએ આરસીપી સિંહને કારણ જણાવો નોટિસ મોકલીને અકૂત સંપત્તિઓ અને અનિયમિતતાઓ પર જવાબ માગ્યો છે. જેડીયુની આ નોટિસથી બિહારના રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે.

જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહના લાંબા સમયથી પાર્ટી હાઈકમાન્ડ સાથે ખરાબ સંબંધો છે. આ કારણથી તેમને રાજ્યસભાની ટિકિટ ન મળી અને પછી કેન્દ્રીય પ્રધાન પદ ગુમાવવું પડ્યું હતું. હાલમાં આરસીપી સિંહ પાર્ટી અને સરકારમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. હવે જેડીયુ નેતૃત્વએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

પ્રદેશાધ્યક્ષ દ્વારા આરસીપી સિંહને લખેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, નાલંદા જિલ્લાના બે જેડીયુ નેતાઓએ પુરાવા સાથે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમાં કહેવામાં આવ્યું કે, આરપીસી સિંહે તેમના અને તેમના પરિવારના નામ પર વર્ષ 2013થી 2022ની વચ્ચે અગણ્ય અચલ સંપત્તિ કરી છે. તેમાં ઘણા પ્રકારની અનિયમિતતા મજર આવી રહી છે.

ઉમેશ સિંહ કુશવાહાએ આરસીપીને કહ્યું કે તમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અધિકારી અને રાજકારણી તરીકે કામ કર્યું છે. બે વાર તમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી હતી. કેન્દ્રમાં મંત્રી તરીકે કામ કરવાની તક પણ મળી. આ દરમિયાન સીએમ નીતિશે તમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરે છે અને આટલા મોટા નેતા હોવા છતાં તેમને કોઈ ડાઘ નથી લાગ્યો કે કોઈ સંપત્તિ ઊભી નથી કરી.

જેડીયુએ અગણ્ય સંપત્તિ મામલે આરસીપી સિંહ પર જવાબ માગ્યો છે. પ્રદેશાધ્યક્ષ ઉમેશ સિંહે કહ્યુ કે, તેઓ ટૂંક સમયમાં તેમના અને તેમના પરિવાર સાથે જોડાયેલી સંપત્તિ મામલે પોતાની રાય સ્પષ્ટ કરે.

સંબંધિત પોસ્ટ્સ

પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરમાં પરિસરમાં હુમલો

Samachar Viswa

ઓમિક્રોન સામે તકેદારી માટે રાજ્યોને પ્રતિબંધનો નિર્મય કરવા કેન્દ્રની તાકીદ

Samachar Viswa

મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણમાં વિલંબ કેમ, જાણો કારણ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો