Latest News
Image default
સ્પોટર્સ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીનું ભાજપને સમર્થન, બહેને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા આતુર

જામનગર

ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે. પરિવારના બે સદસ્ય રાજકીય મામલે આમનેસામને જોવા મળ્યાં છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપ પડખે છે.

બહેન નયનાબાએ વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. હાલ સંકેત એવા છે કે તેઓ જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. વિધાનસભાની તૈયારીઓ માટે તેમણે રાજીનામુ આપ્યુ હોવાનુ તેઓ જણાવે છે. તેમનુ કહેવુ છે કે, વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવુ શક્ય નથી, તેથી મેં રાજીનામુ આપ્યુ છે. મેં પત્રમાં પણ આ જ કારણ લખ્યું છે.

તો બીજી તરફ, રીવાબાનુ કહેવુ છે કે,  ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું.

ત્યારે પત્ની અને બહેન, રવિન્દ્ર જાડેજા માટે આ યક્ષ પ્રશ્ન બની રહેશે. ચૂંટણીમાં કોના પડખે રહેવુ, અને કોના માટે પ્રચાર કરવો તે તો સમય આવતા જ બતાવશે. પણ હાલ રવિન્દ્ર જાડેજાના પારિવારિક મુદ્દાને કારણે જામનગરનું રાજકારણ ગરમાયું છે.

સંબંધિત પોસ્ટ્સ

ખેલદીલી વિહોણા પાક. પેસર શાહીન આફ્રિદીએ એવી હરકત કરી કે ચાહકો નારાજ થયા

Samachar Viswa

શ્લોક બજાજને હરાવીને અક્ષિત સાવલા સ્ટેટ મેન્સ સિંગ્લ્સ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન

Samachar Viswa

ડેનિસ ઓપન સ્વિમિંગમાં અભિનેતા આર.માધવનના પુત્રએ સિલ્વર બાદ હવે ગોલ્ડજ મેડલ જીત્યો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો