Latest News
Image default
Latest News

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 20 ગોલ્ડ, સિંધૂ-લક્ષ્યસેને બેડમિન્ટનની સિંગલ્સ જીતી

બર્મિંગહામ

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ ધમાકેદાર પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સ-2022માં વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધૂનો આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ છે. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતનો દબદબો રહ્યો હતો અને તેનો ગોલ્ડ મેડલ પણ ભારતના નામે થયો હતો. ભારતના યુવાન સ્ટાર શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સિંગલ ફાઇનલમાં મલેશિયાના ત્ઝે યોંગને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં લક્ષ્ય સેનનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ અગાઉ દુનિયાના 10મા નંબરના શટલર લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમમાં વધુ એક મેડલ પોતાન નામે કર્યો છે. તેમણે આ પહેલાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જોકે 2022ના કોમનવેલ્થમાં તેમણે ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

આ સાથે જ ભારતના ખાતામાં કુલ 20 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ છે.

સિંધૂએ સોમવારે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં કેનેડાની મિચેલ લિને સીધી ગેમસમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની વિશ્વની સાતમી ક્રમાંકિત ખેલાડીએ 21-15, 21-13થી વિજય નોંધાવ્યો હતો. 30 વર્ષીય લિને સિંધૂ સામે જીતવા માટે શાનદાર પ્રદર્શન કરવાની જરૂર હતી પરંતુ સિંધૂએ તેને એક પણ તક આપી ન હતી. જ્યારે લક્ષ્ય સેન મલેશિયાના ઝે યંગને પરાજય આપીને ચેમ્પિયન બન્યો હતચો.

ઓલિમ્પિક્સ મેડલ વિજેતા પીવી સિંધૂનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સળંગ ત્રીજો મેડલ છે. તેણે 2014 ગ્લાસગોમાં રમાયેલી ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2018માં ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં સિંધૂને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. હવે તેણે પોતાના મેડલનો રંગ બદલ્યો છે અને બર્મિંઘમ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધૂની સિદ્ધિની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કરી હતી કે અદ્દભુત પીવી સિંધૂ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ છે. તે વારંવાર પોતાનું અદ્દભુત પ્રદર્શન દેખાડતી રહે છે. તેનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તેને અભિનંદન. ભવિષ્યની ટુર્નામેન્ટ્સ માટે તેને શુભેચ્છાઓ.

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયોના ચેરમેનપદેથી રાજીનામું, આકાશ નવા ચેરમેન

Samachar Viswa

ભડકાઉ, ઉશ્કેરણીજનક હેડલાઈન્સથી દૂર રહેવા ન્યૂઝ ચેનલ્સને સરકારની ચેતવણી

Samachar Viswa

હવે અમદાવાદ-મુંબઈ શતાબ્દી ગાંદીનગર સુધી જશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો