Latest News
Image default
વેપાર

જિયોગેમ્સે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ “જિયોગેમ્સવોચ” લોન્ચ કર્યું

  • જિયોગેમ્સવોચ – યુઝર જનરેટેડ કન્ટેન્ટ સીધું સેટ-ટોપ બોક્સ પર લાઇવ સ્ટ્રીમ કરનારું ભારતનું પહેલું પ્લેટફોર્મ
  • ઝીરો એકાઉન્ટ ક્રીએશન અને જોઇનિંગ ફી સહિતના ફાયદા
  • લેટ્સ સ્ટ્રીમ ટુગેધર – કોઈપણ કનેક્ટિવિટી કન્ડિશનમાં વિઘ્ન વગર સ્ટ્રીમ કરવાની સુવિધા આપતું પ્લેટફોર્મ
  • ક્રીએટર્સને રિવોર્ડ અને ઇનામો જીતવાની તક મળશે

જિયોગેમ્સ એ વન-સ્ટોપ પ્લેટફોર્મ છે કે જેણે ભારતમાં ઓનલાઈન ગેમિંગ સ્પેસમાં ક્રાંતિ લાવ્યું છે. આ પ્લેટફોર્મ ગેમર્સ, ઇસ્પોર્ટ્સ એથ્લેટ્સ અને કેઝ્યુઅલ ગેમિંગના ઉત્સાહીઓથી લઈને ગેમ પબ્લિશર્સ અને ડેવલપર સુધી દરેકને કંઈક ને કંઇક ઓફર કરે છે. હવે જિયોગેમ્સનો ઉદ્દેશ્ય તેના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ – જિયોગેમ્સવોચની શરૂઆત અને લોન્ચ સાથે બહુવિધ જિયો ઉપકરણો પર એક ક્લિક દ્વારા એક ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ ગેમ સ્ટ્રીમિંગ અનુભવ લાવવાનો છે.

જિયોગેમ્સવોચનું લોન્ચિંગ ગેમિંગ સમુદાયની પસંદ અને જરૂરિયાતોમાં ઊંડા ઉતર્યા પછી કરવામાં આવ્યું છે. આ મંચે ક્રીએટર્સને વધુ સુવિધાઓ આપીને સશક્ત અને સક્ષમ બનાવવાનો દૃષ્ટિકોણ રાખ્યો છે, કોઈપણ ઉપકરણ સાથે, વિક્ષેપ વગર અને લાખો દર્શકો સુધી શ્રેષ્ઠ સામગ્રી પહોંચાડવા માટે. એટલું જ નહીં, દર્શકોને રસપ્રદ સામગ્રી આપવા માટે ક્રીએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સને સ્પર્ધામાં આગળ રહેવા માટે સક્ષમ બનાવે છે, જેમાં પ્રેક્ષકોના ઓડિયન્સ પોલ અને ઈમોટ્સનો પણ સમાવેશ કરાયો છે.

સ્ટ્રીમર્સના પ્રેમીઓ શ્રેષ્ઠ સામગ્રી શોધી શકે છે – લાઇવ ગેમપ્લેથી લઈને વિડિયો-ઓન-ડિમાન્ડ (VOD) સ્ટ્રીમ્સમાંથી – જિયોગેમ્સવોચ પરથી. જિયોગેમ્સવોચની કેટલીક મુખ્ય હાઇલાઇટ્સ અને સુવિધાઓમાં શામેલ છે:

  1. ક્રોસ-પ્લેટફોર્મ અવેલિબિલિટી – હોમ સ્ક્રીન પર જિયો સેટ-ટોપ-બોક્સ (STB) અને સ્માર્ટફોન વર્ઝન પર પણ ઉપલબ્ધ છે. જિયોગેમ્સવોચ ભારતમાં Android, iOS અને STB પર ઉપલબ્ધ હોવાની સાથે માત્ર જિયોગેમ્સ એપમાં જ એક સુવિધા તરીકે ઉપલબ્ધ છે.
  2. વીડિયો ઓનમાન્ડ (વીઓડી) – સબ્સ્ક્રિબ કરો અને ક્રીએટર્સ અને ઇન્ફ્લુએનસર્સના કોઈપણ વીડિયો જોવાનું ચુકશો નહીં
  3. અનેક કમ્યુનિટી ઇવેન્ટ્સ – ક્રીએટર્સ વિવિધ ઇસ્પોર્ટ ઇવેન્ટ્સ દ્વારા દર્શકો સાથે જોડાઈ શકે છે
  4. વિઘ્ન વગરનો અનુભવ – ક્રીએટર્સ કોઈ વિઘ્ન અથવા બફરિંગ વિના હાઇ ડેફિનિશન સ્ટ્રીમ માણી શકે છે
  5. મોબાઇલ સ્ટ્રીમિંગ – નિર્માતાઓ વિવિધ રીઝોલ્યુશન સાથે પ્લેટફોર્મ પર લાઇવ જઈ શકે છે જે તેમને FHD (1920x1080p), HD (1280x720p), અને તેથી વધુ લો લેટેન્સી સાથે સ્ટ્રીમ કરવા સક્ષમ બનાવે છે.
  1. ક્રીએટર્સ રિસોર્સ અને ટ્યુટોરિયલ્સ – ક્રિએટર રિસોર્સિસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જેમાં FAQ, તેમજ આદર્શ સ્ટ્રીમ સેટિંગ્સ સાથે પ્લેટફોર્મ પર લાઇવ કેવી રીતે જવું તે અંગેની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.

શું તમે ગેમિંગ અથવા સ્ટ્રીમિંગ પ્રત્યે ઉત્સાહી છો અથવા ફક્ત પ્રેક્ષકોને મનોરંજન કરવાનો વિકલ્પ પસંદ કરો છો? જિયોગેમ્સવોચ તમારા માટે પ્લેટફોર્મ છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર પરથી જિયોગેમ્સ એપ ડાઉનલોડ કરો

સંબંધિત પોસ્ટ્સ

રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડની લોકપ્રિય વૈશ્વિક ફૂડ ચેઇન પ્રેટ અ મોરે સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે તેના પ્રથમ સાહસની જાહેરાત

Samachar Viswa

રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને ભારતે 3,500 કરોડ રૂપિયા બચાવ્યા

Samachar Viswa

હવે કરદાતા દંડ ભરીને બે વર્ષ પહેલાના રિટર્ન અપડેટ કરી શકશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો