Latest News
Image default
રાષ્ટ્રીય

દિલ્હી કોર્પોરેશનમાં ભાજપે ટોલટેક્સમાં 6000 કરોડનું કૌભાંડ કર્યાનો આપનો આક્ષેપ

નવી દિલ્હી

આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (એમસીડી) 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લગાવેલા આક્ષેપ પ્રમાણે એમસીડીમાં ભાજપના નેતાઓની મિલીભગતના કારણે ટોલટેક્સમાં ભારે મોટું કૌભાંડ થયું છે. ઉપરાંત તેમણે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે.

મનીષ સિસોદિયાએ આ અંગ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા એમસીડીને નથી મળી રહ્યા. આ ઉપરાંત સિસોદિયાએ 1,200 કરોડવાળું લાઈસન્સ 786 કરોડમાં આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીએ અગાઉ ભાજપાશાસિત એમસીડી પર ‘એસ્ક્રો’ ખાતામાંથી 6,760 કરોડ રૂપિયા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આપના ધારાસભ્ય અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે એવો દાવો કર્યો હતો કે, પાર્કિંગ અને કન્વર્ઝન ફી પેટે 6,800 કરોડ રૂપિયા એસ્ક્રોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપાશાસિત એમસીડીએ 2012થી અત્યાર સુધીમાં પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે.

આમ આદમી પાર્ટીના એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકના કહેવા પ્રમાણે એમસીડી જે પણ ટેક્સ ઉઘરાવે છે તે એસ્ક્રોના ખાતામાં જાય છે. એક પ્રક્રિયા અંતર્ગત તે પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવે તે નક્કી થાય છે. દિલ્હીની જનતા પાર્કિંગ અને કન્વર્ઝન માટે જે ચાર્જ આપે છે તે તમામ રકમ એસ્ક્રોના ખાતામાં જમા થાય છે. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે, તે પૈસાનો ફક્ત અને ફક્ત પાર્કિંગ કે કન્વર્ઝન માટે જ ઉપયોગ કરવામાં આવે. વર્ષ 2012થી આજ સુધી એમસીડીના એસ્ક્રો ખાતામાં પાર્કિંગ અને કન્વર્ઝન ચાર્જ પેટે આશરે 6,800 કરોડ રૂપિયા હોવા જોઈએ.

જો ભાજપે પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે તો એસ્ક્રોના ખાતામાં 6,760 કરોડ રૂપિયા હોવા જોઈએ. જ્યારે આરટીઆઈ દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાતામાં માત્ર 1.5 કરોડ રૂપિયા જ બચ્યા છે. આ સંજોગોમાં સવાલ એ થઈ રહ્યો છે કે, બાકીના તમામ રૂપિયા ક્યાં ગયા. તે અંગેની તપાસ થવી જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

હિજાબ મુદ્દે હાઈકોર્ટના જજ વિરુધ્ધ ટિપ્ણ કરનારા કન્નડ અભિનેતાની ધરપકડ

Samachar Viswa

મધ્યપ્રદેશની વીજ કંપનીએ ભૂલથી 3419 કરોડનું બિલ ફટકારતાં વપરાશકારને આઘાત

Samachar Viswa

આંધ્ર-કર્માટકમાં પાક ખરાબ થતાં ટામેટાનાં ભાવમાં ભડકો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો