Latest News
Image default
રાષ્ટ્રીય

નપૂર શર્મા સામેના તમામ કેસોની તપાસ દિલ્હીમાં કરવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી

પયગંબર મોહમ્મદ સાહેબ અંગે એક ન્યુઝ ટીવી પ્રોગ્રામમાં અપમાનજનક ટીપ્પણી આપવા બદલ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં વિરોધ થયો હતો. જે બાદ નુપુર શર્માને ઘણી ધમકીઓ પણ મળી હતી. નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં જુદી જુદી એફઆઈઆર પણ નોંધાઇ હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટે એક નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલા કેસોને એક તપાસ એજન્સીને સોંપી દીધી છે. નુપુર શર્મા વિરુદ્ધના તમામ કેસોની તપાસ હવે દિલ્હીમાં થશે. જીવના જોખમને કારણે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નુપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆરનો મોટો હિસ્સો દિલ્હીની ઘટનાઓ છે, ભવિષ્યમાં એફઆઈઆર રદ કરવાની માંગ કરવાનો પોતાનો અધિકાર ગુમાવ્યો છે, જેના માટે તે દિલ્હી હાઈકોર્ટમાં પણ જઈ શકે છે.

બેન્ચે કહ્યું કે, દિલ્હી પોલીસે 8 જૂન, 2022ના રોજ એફઆઈઆર નોંધી હતી. કોર્ટે અરજદારના જીવન અને સ્વતંત્રતા માટેના ગંભીર ખતરાની નોંધ લીધી છે, તેથી આ પગલું લેવામાં આવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતના બે મોટા જૂથ પર આઈટીનું મેગા ઓપરેશન

Samachar Viswa

પક્ષના સ્તાપના દિનની ઉજવણીમાં સોનિયા ગાંધીના હાથમાંથી પક્ષના ધ્વજ પડી ગયો

Samachar Viswa

દેશભરમાંથી 5000 જેટલી કાર ચોરનારો રિક્ષા ચાલક ચોર દિલ્હીથી પકડાયો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો