મુંબઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ભારત જીતની નજીક પહોંચ્યા બાદ મેચ ડ્રો રહી હતી. જોકે બીજી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતીને સીરિઝ પર કબજો કર્યો છે. ભારતે બીજી ટેસ્ટના ચોથા દિવસે 372 રનના વિશાળ અંતર સાથે મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ રનના મામલે મોટી જીત છે. આ પહેલા સાઉથ આફ્રિકાએ ડિસેમ્બર 2015માં 337 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હારનો બદલો પણ લીધો છે. 540 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 167 રન જ કરી શકી છે. આ ભારતીય ટીમની ઘરમાં સતત 14મી ટેસ્ટ જીત પણ બની છે.
ત્રીજા દિવસે સ્કોર 5 વિકેટ પર 140 રનથી શરુ થયો હતો અને 65 રન સુધી પહોંચી શક્યો. ચોથા દિવસની શરુઆતમાં કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિનને જયંત યાદવને બોલિંગની જવાબદારી સોંપી હતી. જયંતે સારી શરુઆત કરીને 3 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની હાર પાક્કી કરી નાખી હતી. ત્રીજા દિવસે અશ્વિને 3 વિકેટ લીધી હતી, જ્યારે ભારત જીતથી 5 વિકેટ દૂર હતું.
આ પહેલા ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગ્સમાં ખરાબ શરુઆત કરી હતી. ટી-બ્રેક પછી ટોમ લેથમ (6)ને રવિન્દ્ર જાડેજાએ LBW કરીને પહેલો ઝાટકો આપ્યો હતો. ટી-બ્રેક પછી મેચ શરુ થઈ તો અશ્વિને વિલ યંગ (20) અને રોસ ટેલર (6)ને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સાથે જ અશ્વિને 2021 કેલેન્ડર વર્ષમાં 50 વિકેટ પણ પૂર્ણ કરી છે, આવું અશ્વિને ચોથી વખત કર્યું છે. આ ભારતીય રેકોર્ડ પણ છે. અશ્વિને અનિલ કુંલબ (3 વખત)ને પાછળ છોડ્યા છે.
મેદાન પર ચોંટી ગયેલા અને હાસ સેન્ચ્યુરી પૂર્ણ કરનારા મિશેલ (60)ને અક્ષર પટેલે આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી, જ્યારે દિવસના અંત પહેલા ટોમ બ્લન્ડેલે ખાતું ખોલ્યા વગર રન આઉટ થયો હતો.
ભારતે બીજી ઈનિંગ્સ સાત વિકેટ પર 276 રન સાથે સમાપ્ત કરી હતી. ભારતે પહેલી ઈનિંગ્સમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમ 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઈનિંગ્સમાં આક્રામક મૂડમાં બોલિંગ કરી હતી. બીજી તરફ બીજી ઈનિંગ્સમાં મયંક અગ્રવાલ (108 બોલમાં 62 રન), ચેતેશ્વર પુજારા (97 બોલમાં 47 રન), શુભમન ગિલ (75 બોલમાં 47 રન), અક્ષર પટેલ (26 બોલમાં 41 રન) અને કેપ્ટન કોહલીએ (84 બોલમાં 36 રન) મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
ટીમ ઈન્ડિયાની મોટી જીત- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ પર કબજો કરવા માટે સોમવારે માત્ર 4 વિકેટની જરૂર હતી, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધી. ભારતે કીવી ટીમને 372 રને હરાવ્યું. રનના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમની આ સૌથી મોટી જીત છે.
રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીત-
372 રન વિ ન્યુઝીલેન્ડ (2021)
337 રન વિ દક્ષિણ આફ્રિકા (2015)
321 રન વિ ન્યુઝીલેન્ડ (2016)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 320 રન (2008).