Latest News
Image default
રાષ્ટ્રીય

કર્ણાટકની શાળામાં ભોજનમાં મરેલી ગરોળી નિકળતાં 80 બાળકો બિમાર

બેંગલોર

ભારતમાં લાખો બાળકોને સરકારી સ્કૂલોમાં રોજ ભોજન આપવામાં આવે છે અને તેમાં બેદરકારીના કિસ્સા પણ સામે આવતા રહે છે.

કર્ણાટકના હાવેરી જિલ્લાના એક ગામની સરકારી સ્કૂલમાં બાળકોને અપાયેલા ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી અને આ ભોજન ખાવાથી 80 જેટલા બાળકો બીમાર થઈ ગયા હતા.

આ બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જોકે કોઈની તબિયત વધારે ખરાબ નહીં હોવાથી બાદમાં તમામને રજા આપવામાં આવી હતી.જોકે જિલ્લા તંત્ર દ્વારા સ્કૂલને બેદરકારી દાખવવાના આરોપમાં નોટિસ આપી છે.આ પહેલા તામિલનાડુની એક સરકારી સ્કૂલમાં પણ સડેલા ઈંડા બાળકોને ભોજનમાં અપાયા હતા.જેમાં કિડા પડેલા હતા.

સંબંધિત પોસ્ટ્સ

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશએ મોહમ્મદના છ આતંકીને ઠાર કર્યા

Samachar Viswa

રાહુલનો દાવો, કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં માત્ર વચનો નહીં, ગેરંટી અપાય છે

Samachar Viswa

કોવેક્સિનની અસરકારકતા અપેક્ષાથી ઘણી ઓછી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો