મુંબઈ
વર્ષ 2022ના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સોમવારે પણ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો જે મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. મંગળવારે, બીએસઈ મુખ્ય સૂચકાંક પણ અગાઉના બંધ સ્તરથી ઉપર 59,343 પોઈન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 59,937.33 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ પછી 59,855.93 પોઈન્ટ પર બંધ થયો હતો. તે મંગળવારે ઓપનિંગના સ્તર સામે 672.71 પોઈન્ટ (1.14 ટકા)ના વધારા સાથે બંધ થયો હતો. એનટીપીસી, પાવર ગ્રિડ, એસબીઆઈ, ટાઈટન અને રિલાયન્સ સેન્સેક્સમાં સૌથી આગળ છે.
તે જ સમયે, નિફ્ટી મંગળવારે 17,681.40 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો, જે દિવસ દરમિયાન 17,827.60 પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી ઘટીને 17,593.55 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, પરંતુ બજાર બંધ થતાં સુધીમાં તે ફરી વધીને 17,805.25 પોઈન્ટ પર પહોંચી ગયું હતું. મંગળવારના ઓપનિંગ લેવલ સામે તે 179.55 પોઈન્ટ (1.02 ટકા)ના વધારા સાથે બંધ થયો હતો. એનટીપીસી, ઓએનજીસી, એસબીઆઈ, પાવર ગ્રિડ અને રિલાયન્સ નિફ્ટી 50માં ટોપ ગેઇનર રહ્યા છે.
અગાઉ સોમવારે પણ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 929.4 પોઈન્ટ (1.6 ટકા) વધીને 59183.22 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી 271.65 પોઈન્ટ (1.57 ટકા) વધીને 17625.7 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. વર્ષ 2022માં માત્ર બે દિવસનો વેપાર થયો છે અને સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જોવા મળ્યો છે.
અત્રે લ્લેખનીય છે કે ગત વર્ષ 2021 શેરબજાર માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. આ દરમિયાન ભારતીય સ્ટોક ઈન્ડેક્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. 30 શેર ધરાવતા સેન્સેક્સે 2021માં 10,502.49 પોઈન્ટ (21.99 ટકા)નો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો.