Latest News
Image default
Latest News રાષ્ટ્રીય

ઓએનજીસીના ચેરમેન-એમડી તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક

નવી દિલ્હી

ભારતની દિગ્ગજ કંપનીઓ પૈકીની એક ઓએનજીસીની કમાન પણ હવે એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે.

કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.પહેલી વખત એવુ બન્યુ છે કે, ઓએનજીસીના સર્વોચ્ચ પદ પર કોઈ મહિલાની નિમણૂંક થઈ છે.

ઓએનજીસીમાં ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધી ફુલ ટાઈમ ચેરમેનની નિમણૂંક થઈ રહી નથી.જોકે હવે ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરનો ચાર્જ અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે.

તેમણે ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે અને હ્યુમન રિસોર્સ વિષય સાથે એમબીએ પણ કર્યુ છે.કોમર્સ અને બિઝનેસ સ્ટડીઝમાં ડોકટરેટની પદવી પણ મળી છે.

અલકા મિત્તલે ટ્રેની તરીકે 1985માં ઓએનજીસી જોઈન કરી હતી અને તે પછી એક પછી એક પ્રમોશન મેળવીને 2018થી એચઆર વિભાગના ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ પહેલા અરુંધતી ભટ્ટાચાર્યે પણ દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનુ ચેરમેન પદ સંભાળ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ્સ

પ્રવાસનને પ્રોત્સાહન માટે યુએઈમાં ફિલ્મોને સેન્સર નહીં કરાય

Samachar Viswa

આંદોલનકારીઓએ 702 મૃતક ખેડૂતોની યાદી સરકારને મોકલી આપી

Samachar Viswa

એફઆઈઆઈની વેચવાલીથી સેન્સેક્સમાં 889 પોઈન્ટનો કડાકો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો