પાંચ વર્ષમાં 60 હજાર સ્ટાર્ટઅપ્સથી 6.5 લાખ લોકોને નોકરી મળી - Samachar Viswa
Latest News
Image default
વેપાર

પાંચ વર્ષમાં 60 હજાર સ્ટાર્ટઅપ્સથી 6.5 લાખ લોકોને નોકરી મળી

નવી દિલ્હી

કેન્દ્ર સરકારે 2016થી સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિના પરિણામો પણ દેખાઈ રહ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે ભારત સરકારમાં રજિસ્ટર્ડ થયેલા સ્ટાર્ટ અપ્સ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 6.5 લાખ લોકોને નોકરી આપવામાં આવી છે.અત્યાર સુધીમાં 60000 સ્ટાર્ટ અપને માન્યતા અપાઈ ચુકી છે.તેમાંથી દરેક સ્ટાર્ટ અપે સરેરાશ 11 નોકરીની તકો ઉત્પન્ન કરી છે.સ્ટાર્ટ અપની પહેલના કારણે હવે લોકો નોકરી આપવાની સ્થિતિમાં છે.

સરકારનુ કહેવુ છે કે, આગામી ચાર વર્ષમાં બીજા 50000 સ્ટાર્ટ અપ રજિસ્ટર કરવાની તૈયારી થઈ રહી છે.આ દરમિયાન આ ક્ષેત્રમાં વધુ 20 લાખ નોકરીઓ પેદા થવાની આશા છે.

સરકારની પોલીસી પ્રમાણે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ અપને સતત ત્રણ વર્ષ માટે ઈનકમ ટેક્સ અને કેપિટલ ગેન ટેક્સમાં છુટ આપવામાં આવે છે અને પેટન્ટની માન્યતા માટે ફાસ્ટ ટ્રેક કાર્યવાહી કરી આપવામાં આવે છે.

મહત્વની વાત એ છે કે, સ્ટાર્ટ અપમાં 45 ટકા સ્ટાર્ટઅપની કમાન મહિલાઓના હાથમાં છે.

સંબંધિત પોસ્ટ્સ

ચિત્ત અવસ્થા મૃત્યુ કરતાં પણ વધારે ભયાનક હોય છે

shadmin

ઓમિક્રોનના ડરે સેન્સેક્સ-નિફ્ટીમાં નજીવો ઘટાડો

Samachar Viswa

સંસદમાં મંત્રીની કબૂલાત, દેશમાં 2014 બાદ 2800 વિદેશી કંપનીએ કારોબાર સમેટી લીધો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો