આઈપીએલના ટાઈટલ સ્પોન્સર્સ તરીકે વિવોની વિદાય, ટાટા સાથે કરાર - Samachar Viswa
Latest News
Image default
Latest News સ્પોટર્સ

આઈપીએલના ટાઈટલ સ્પોન્સર્સ તરીકે વિવોની વિદાય, ટાટા સાથે કરાર

મુંબઈ 

મોબાઈલ બનાવતી ચાઈનિઝ કંપની વિવોએ 17 મહિનાની અંદર બીજી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી બીજી વખત ટાઈટલ સ્પોન્સર્સ તરીકે વિદાય લીધી છે. જોકે, આ વખતે તે કોઈ પણ મુશ્કેલી વગર વિશ્વની લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી દૂર થઈ છે.
વિવો પ્રથમ વખત જ્યારે આઈપીએલ સાથે જોડાયું હતું ત્યારે રાજકિય કારણોસર તેનો વિરોધ થયો હતો જેના કારણે 2020ની સિઝન અગાઉ તેણે આઈપીએલથી છેડો ફાડી નાંખ્યો હતો. જોકે, આ વખતે વિવો એટલા માટે આઈપીએલથી દૂર થઈ રહ્યું છે કેમ કે તેને પોતાના રોકાણનું યોગ્ય વળતર મળી રહ્યું નથી.
જોકે, બીસીસીઆઈને નવા સ્પોન્સર મેળવવામાં તકલીફ પડી નથી અને બોર્ડે 2022ની સિઝન માટે ટાટા ગ્રુપ સાથે કરાર કર્યા છે. વિવો ઈન્ડિયાએ 2017માં આઈપીએલ સ્પોન્સર રાઈટ્સ ખરીદ્યા હતા અને તે માટે તેણે બોર્ડ સાથે 2199 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. પાંચ વર્ષના કરાર માટે કંપનીએ પ્રત્યેક સિઝન માટે અંદાજીત 440 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
સોફ્ટ ડ્રિંક બનાવતી જાયન્ટ કંપની પેપ્સિકોનો કરાર પૂરો થયા બાદ વિવો આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર બન્યું હતું. પેપ્સિકો 2016માં આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે અલગ થયું હતું. ગત વખતે વિવોએ આઈપીએલમાંથી બહાર નીકળ્યા પછી, બીસીસીઆઈએ કહ્યું હતું કે તેણે ભારતીય ક્રિકેટ ચાહકોની લાગણીને સંપૂર્ણ ગંભીરતાથી લીધી અને તેથી તે એવા સ્પોન્સરને દૂર કરવા તૈયાર છે જે આઈપીએલ ટેબલ પર દર વર્ષે અંદાજે રૂ. 440 કરોડ લાવી રહ્યું હતું.

વિવો છેલ્લા છ મહિનાથી બહાર થવા માટે કામ કરવા પાર્ટનરની શોધમાં હતું પરંતુ રિપ્લેસમેન્ટ શોધી શક્યું ન હતું. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી યોગ્ય રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી વિવો પ્રતિબદ્ધતાનું સન્માન જાળવે તે અંગે બીસીસીઆઈને કોઈ વાંધો ન હતો. હકિકતમાં બીસીસીઆઈ એ જ વિવો અને ટાટાને સમજૂતી કરવામાં મદદ કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

જમ્મુ-કાશ્મીરમાં સેના સાથેની અથડામણમાં જૈશના ત્રણ આતંકી ઠાર

Samachar Viswa

ઓમિક્રોને દર્શકોની મજા બગાડી, ભારત-દ.આફ્રિકા પ્રથમ ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ નહીં મળે

Samachar Viswa

સુરતમાંથી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી મળી આવી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો