કુલગામમાં સેના સાથેની અથડામણમાં જૈશનો આતંકી ઠાર - Samachar Viswa
Latest News
Image default
Latest News રાષ્ટ્રીય

કુલગામમાં સેના સાથેની અથડામણમાં જૈશનો આતંકી ઠાર

શ્રીનગર

કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે શરૂ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ગુરૂવાર સવાર સુધી ચાલી હતી. તેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો છે. તેની ઓળખ બાબરભાઈ તરીકેની સામે આવી છે. તે પાકિસ્તાનનો રહેવાસી હતો. શોપિયાં અને કુલગામમાં તે 2018ના વર્ષથી સક્રિય હતો.

આતંકવાદી પાસેથી એક એકે-47 રાઈફલ, એક પિસ્તોલ અને 2 ગ્રેનેડ મળી આવ્યા છે. અથડામણમાં જમ્મુ નિવાસી પોલીસકર્મી રોહિત ચિબ શહીદ થયા છે. આ સાથે જ સેનાના 3 જવાનો અને 2 નાગરિકો પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

પોલીસને પરીવાન વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળી હતી. તેના આધાર પર સુરક્ષાદળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ઘેરો સખત બની રહ્યો હોવાના કારણે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને જવાબી કાર્યવાહી સાથે અથડામણની શરૂઆત થઈ હતી. તેમાં જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી બાબરને ઠાર માર્યો હતો.

કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આ અથડામણમાં પાકિસ્તાની આતંકવાદી બાબર માર્યો ગયો છે. તેના પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે. પોલીસના એક જવાન શહીદ થયા છે, સેનાના 3 જવાન અને 2 નાગરિકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

કૃષિ કાયદા પાછા ખેંચવા કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

Samachar Viswa

યુપીમાં 17 છાત્રાને ખાવામાં નશીલા પદાર્થ આપી છેડછાડ કરનારા શિક્ષક સામે ફિરયાદ

Samachar Viswa

રિઝર્વ બેંકે નીતિગત દરો યથાવત રાખ્યા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો