Latest News
Image default
રાષ્ટ્રીય હોમ

ભાગલા સમયે વિખૂટા પડેલા બે ભાઈનું 74 વર્ષે મિલન

નવી દિલ્હી

1947ના વર્ષમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દિકી એક બાળક હતા અને તેમનો પરિવાર વિખેરાઈ ગયો. સિદ્દિકીના ભાઈ હબીબ ઉર્ફે શેલા ભાગલા બાદ ભારતમાં જ મોટા થયા. ત્યારે હવે 74 વર્ષ બાદ કરતારપુર કોરિડોર (જે પાકિસ્તાનમાં સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડે છે)એ બંનેને મેળવી આપ્યા હતા.

સોશિયલ મીડિયામાં બંને ભાઈઓ રડી રહ્યા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈને લોકો પણ ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યા છે તથા વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોહમ્મદ સિદ્દિકી પાકિસ્તાનના ફૈઝલાબાદમાં રહે છે જ્યારે તેમના ભાઈ ભારતના પંજાબમાં રહે છે. કરતારપુરમાં બંને એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા અને એકબીજાને ગળે લગાવીને રડતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં બંને ભાઈઓની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં બંને ભાઈઓ કરતારપુર કોરિડોરમાં જોવા મળી રહ્યા છે અને તેમના સાથે કેટલાક લોકો પણ છે. બંને ભાઈઓએ કરતારપુર કોરિડોર ખોલવા માટે ભારત અને પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. કોરિડોરના માધ્યમથી ભારતના લોકો વીઝા વગર જ પાકિસ્તાન સ્થિત કરતારપુર જઈ શકે છે. આ કોરિડોર નવેમ્બર 2019માં શરૂ થઈ હતી.

સંબંધિત પોસ્ટ્સ

રાહુલ ગાંધીનો કટાક્ષ, જુમલા ફોર ઈન્ડિયા, જોબ્સ ફોર ચાઈના

Samachar Viswa

વિરોધનો અધિકાર પણ અનિશ્ચિતકાળ માટે રસ્તા જામ ન કરી શકાયઃ સુપ્રીમની ખેડૂતોને ફટકાર

Samachar Viswa

માતોશ્રી પર હનુમાન ચાલિસાના જાપ કરનારા નવનીત-રવી રાણાના ઘર બહાર શિવસૈનિકોનો હંગામો

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો