રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત - Samachar Viswa
Latest News
Image default
Latest News રાજ્ય

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત

ગાંધીનગર

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં રહેલા પોલીસ અધિકારીઓએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે.

પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થતા આઈપીએસ ટી એસ બીષ્ટને પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોંપાયો છે. હાલ ટીએસ બીષ્ટ એડમિનિસ્ટ્રેશન ડીજીપી છે. તેઓ 1985 ના આઈપીએસ અધિકારી છે.
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા, વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા. રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

રાજ્યમાં 7 મહિના પછી કોરોનાના કેસ 10,000ની નજીક પહોંચી ગયા છે. એક દિવસમાં કોરોનાના નવા 9941 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં રાજ્યના 67% કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 3904 અને સુરતમાં 2770 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો પોઝિટિવિટી રેટ 8% છે અને રિક્વરી રેટ 93.32% છે. તો અમદાવાદનો 21.5% અને સુરતનો પોઝિટિવિટી રેટ 11% છે. કોરોનાને લીધે રાજ્યમાં કુલ 4નાં મોત થયા છે, જેમાં સુરત શહેરમાં 2, તો રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1નું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.32% છે. હાલ ગુજરાતમાં કોરોનાના 43,726 એક્ટિવ કેસ છે અને 51 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 85 હજાર 718ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

બિહારમાં મોતિયાના ઓપરેશનમાં 26 લોકોએ આંખો ગુમાવી

Samachar Viswa

સતત ત્રણ દિવસ તાવ ન આવે તો હોમ આઈસોલેશનમાંથી મુક્તિ

Samachar Viswa

આઈએસના આતંકીઓની ક્રૂરતા, પાદરીનું માથું કાપીને પત્નીને સુપરત કર્યું

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો