રસી ન લેનારા 96 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે - Samachar Viswa
Latest News
Image default
Latest News રાષ્ટ્રીય

રસી ન લેનારા 96 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે

મુંબઈ 

કોરોનાના નવા કેસની ત્સુનામી આવી છે ત્યારે દેશમાં ફરી એકવાર ચિંતાનો માહોલ ઉભો થયો છે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો સાથે વાત કરીને તેમને બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આવામાં હવે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ હળવો વધારો થયો છે. જોકે, કોરોના આ વખતે પાછલી લહેરની જેમ હજુ સુધી ઘાતક સાબિત થયો નથી. આમ છતાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.
મુંબઈના કમિશનર ઈક્બાલ ચહલે જણાવ્યું છે કે, વેક્સિનેશનના આંકડા અને વહીવટી તંત્રના આંકડા દર્શાવે છે કે હાલ ઓક્સિજન સપોર્ટ પર રહેલા 1,900 દર્દીઓમાંથી 96% એવા છે કે જેમણે કોવિડ-19 રસીનો એક પણ ડોઝ લીધો નથી.
જોકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પહેલી અને બીજી લહેર દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે લોકડાઉન અને નિયંત્રણો લાગુ કરવાનો વિચાર કરાયો હતો, પરંતુ ત્રીજી લહેરમાં આ અંગેનો નિર્ણય ત્યારે જ લેવાશે જો હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધશે કે પછી ઓક્સિજનની માંગમાં ભારે વધારો થશે.
કમિશનર ચહલે એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, મુંબઈની અલગ-અલગ 186 હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર દાખલ થયેલા દર્દીઓમાંથી 96% દર્દીઓ એવા છે કે જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ સિવાય અમે જોયું છે કે જેમણે રસી લીધી છે તેવા દર્દીઓ આઈસીયુ સુધી પહોંચી રહ્યા. હજુ અમારી પાસે 21 લાખ રસીના ડોઝ પડ્યા છે. હાલની સ્થિતિમાં રસીના બે ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર રાખવામાં આવ્યું છે. આજે પણ રસીકરણ મામલે અમારા આંકડા ભારતમાં શ્રેષ્ઠ છે.

કમિશનરે એમ પણ કહ્યું કે, જેમણે રસી નથી લીધી અને તેઓ કોરોનાથી સંક્રમિત થાય તો તેમણે આઈસીયુમાં જવાની જરુર પડી શકે છે.
મુંબઈમાં બીએમસી દ્વારા 1 કરોડથી વધારે લોકોને રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે 90 લાખ લોકોને રસીને પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે. કમિશનર ઈક્બાલ ચહલે એમ પણ જણાવ્યું છે કે, ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ધસારો વધશે કે પછી ઓક્સિજનની વધારે જરુર પડશે તો જ લોકડાઉન કે પ્રતિબંધો લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. કોરોનાથી થતા મૃત્યુ અંગે ચહલે જણાવ્યું કે, મૃત્યુઆંક કાબૂમાં છે, પાછલા 16 દિવસમાં 19 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ મુંબઈમાં એક લાખ એક્ટિવ કેસ છે તેમ છતાં માત્ર 10 ટન ઓક્સિજનની જરુર પડી છે.

સંબંધિત પોસ્ટ્સ

અમિત શાહે મોદીને ભારતીય સંસ્કૃતિના દેવદૂત ગણાવ્યા

Samachar Viswa

રાજસ્થાન જવા માગતા ગુજરાતી પ્રવાસીઓ માટે સારા સમાચાર, પાડોશી રાજ્યમાં 19 માસમાં પહેલી વખત કોરોનાને એક પણ કેસ નહીં

Samachar Viswa

અદાણી ગ્રુપ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનાવશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો