સર્વોએ બીએસ-6 વાહનોને અનુરૂપ લ્યુબ્રિકેન્ટ લોન્ચ કર્યું - Samachar Viswa
Latest News
Image default
વેપાર

સર્વોએ બીએસ-6 વાહનોને અનુરૂપ લ્યુબ્રિકેન્ટ લોન્ચ કર્યું

અમદાવાદ

ભારતની સૌથી પસંદગીની લ્યુબ્રિકેન્ટ બ્રાન્ડ સર્વોએ 12 જાન્યુઆરી, 2022ના રોજ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે બીએસ-6 અનુરૂપ સર્વો ફ્યુચ્યુરા એનએક્સટી 0ડબલ્યુ-16 લ્યુબ્રિકેન્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને નવી જનરેશનની એડવાન્સ્ડ આફ્ટર ટ્રીટમેન્ટ ડિવાઈસીસ (એટીડી)થી સજ્જ કાર્સ માટે વિકસાવાયું છે. હાઈ ઓક્સિડેશન સ્ટેબિલિટી અને ઓઈલનો ખૂબ જ ઓછો વપરાશ થાય તે માટે લ્યુબ્રિકેન્ટનું બ્લેન્ડિંગ સિન્થેટિક બેઝ સ્ટોક્સ અને હાઈ-પર્ફોમન્સ એડિટિવ્સમાંથી કરવામાં આવે છે.

સર્વો ફ્યુચ્યુરા એનએક્સટી 0ડબલ્યુ-16થી ફ્યુઅલ ઈકોનોમિમાં 4 ટકા જેટલો સુધારો થાય છે,

જેના કારણે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે અને તે એન્જિનને એલએસપીઆઇ (લો-સ્પીડ પ્રી-ઇિગ્નશન)થી સુરક્ષિત રાખે છે. સર્વો ફ્યુચ્યુરા એનએક્સટી 0ડબલ્યુ-16 નવીનતમ એપીઆઈ એસપી/આરસી અને આઇએલએસએસી જીએફ-6બી પરફોર્મન્સ સ્તરને પૂર્ણ કરે છે અને 0ડબલ્યુ-16 એન્જિન ઓઇલની જરૂર હોય તે તમામ પેટ્રોલ કાર માટે તેનો ઉપયોગ કરવા ભલામણ કરાય છે.

સર્વો ઊર્જા-કાર્યક્ષમ, બાયો-ડિગ્રેડેબલ, લોંગ ડ્રેઈન અને સિન્થેટિક લ્યુબ્રિકેન્ટ્સ સાથે ટેક્નોલોજીકલ પરિવર્તનોનું નેતૃત્વ કરી રહ્યું છે. સાતત્યપણાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સર્વોએ બીએસ-6 વાહનો, ઇવી અને પવન ઊર્જા ક્ષેત્રો માટે યોગ્ય લ્યુબ્રિકેન્ટ સોલ્યુશન્સ વિકસાવ્યા છે.

ઇન્ડિયનઓઇલના ચેરમેન એસ.એમ.વૈદ્યએ જણાવ્યું હતું કે, સંશોધનની દિશામાં ઉદ્યોગને આગળ ધપાવવાનો સર્વોનો  50 વર્ષ લાંબો ઇતિહાસ છે, તેણે પોતાને એક એવી બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરી છે જે સ્પર્ધાના તોફાનોને સહન કરી ગૌરવપૂર્ણ ઊંચાઈએ પહોંચવા માટે વૈશ્વિક માપદંડોથી આગળ નીકળી ગઈ છે. દાયકાઓથી બદલાતી માંગણીઓ સાથે તાલ મિલાવવા,  બજારમાં થતાં વિવિધ ફેરફારો અને ગ્રાહકોની આકાંક્ષાઓ સાથે સુસંગત રહેવા માટે સર્વોએ ઇન્ડિયનઓઇલના લોકાચારનું સાચું પ્રતિબિંબ છે.

સંબંધિત પોસ્ટ્સ

યુપીના અત્તરના બે વેપારીઓની રોકડ ગણવા મશીનો મંગાવા પડ્યા

Samachar Viswa

ઈન્ડિયન ઓઈલના ચેરમેન એમ.એસ. વૈદ્ય વર્લ્ડ એલપીજી એસોસિયેશનના અધ્યક્ષપદે ચૂંટાયા

Samachar Viswa

ઓપો-શાઓમીની ઓફિસો પર આઈટીના દરોડા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો