સરહદ પાર 400 પાક. આતંકી ઘૂસણખોરી માટે તૈયાર હોવાનો આર્મી ચીફનો દાવો - Samachar Viswa
Latest News
Image default
રાષ્ટ્રીય હોમ

સરહદ પાર 400 પાક. આતંકી ઘૂસણખોરી માટે તૈયાર હોવાનો આર્મી ચીફનો દાવો

નવી દિલ્હી

કાશ્મીરમાં સુરક્ષાદળો ઓપરેશન ઓલ આઉટ થકી આતંકીઓનો સફાયો કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન વધારે ને વધારે આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડવા માટેની ફિરાકમાં છે.

ખુદ આર્મી ચીફ જનરલ નરવણેએ ખુલાસો કરતા કહ્યુ છે કે, પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ભંગની ઘટનાઓ ભલે ઓછી થઈ છે પણ તે પોતાની હરકતોથી બાજ આવી રહ્યુ નથી.પાકિસ્તાન તરફથી પ્રોક્સી વોર ચાલુ જ છે.

તેમણે કહ્યુ હતુ કે, અમને જે ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે તે પ્રમાણે બોર્ડરની બીજી તરફ લોન્ચ પેડ અને ટ્રેનિંગ કેમ્પમાં હાલમાં 400 આંતકીઓ મોજુદ છે.એટલે ઘૂસણખોરીનો ખતરો ટળ્યો નથી.આપણે એલર્ટ રહેવુ પડશે.પશ્ચિમ મોરચા પર ખતરો હજી પણ વધારે છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતીય સેનાએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તેનુ પાલન કરવા માટે સેના કટિબધ્ધ છે.જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ સુધરી છે.આતંકીઓને હવે સ્થાનિક લોકોની મદદ મળી રહી નથી.એટલે આતંકીઓ અન્ય રાજ્યોના લોકોને અને લઘુમતીઓને કાશ્મીરમાં નિશાન બનાવી રહ્યા છે.

જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, ડ્રોનનો ઉપયોગ આતંકીઓને સપોર્ટ પૂરો પાડવા થઈ રહ્યો છે પણ સેના આ ખતરાથી વાકેફ છે અને જરુરી કાર્યવાહી કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

કોલેજ મેનેજમેન્ટ દ્વારા સરપ્રાઇઝ વેક્સિન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરાઇ

shadmin

રાજકારણમાં લાલુની છ વર્ષે ફરી એન્ટ્રી, નીતિશને હું શું ગોળી મારું, જાતે જ મરી જશે

Samachar Viswa

કર્ણાટકની શાળામાં ભોજનમાં મરેલી ગરોળી નિકળતાં 80 બાળકો બિમાર

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો