ભારત-ચીન વાતચીતનો 14મો રાઉન્ડ પણ નિષ્ફળ - Samachar Viswa
Latest News
Image default
Latest News રાષ્ટ્રીય

ભારત-ચીન વાતચીતનો 14મો રાઉન્ડ પણ નિષ્ફળ

નવી દિલ્હી

સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેની વાતચીતનો 14મો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો છે.ચીને હજી પણ અડિયલ વલણ અપનાવવાનુ ચાલુ જ રાખ્યુ છે.

બંને દેશોએ હવે લદ્દાખમાં જે વિવાદ છે તેને બંને દેશોને સ્વીકાર્ય હોય તે રીતે ઉકેલવા માટે નિર્ણય તો લીધો છે પણ તેના પર કેવી રીતે અમલ થશે તે સવાલ છે.

બીજી તરફ સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છે કે,ચીન હવે ભારતના દોલતબેગ ઓલ્ડી પાસે દેપસાંગને અડીને આવેલા વિસ્તારમાં પોતાના બંકરો બનાવી રહ્યો છે.અહીંયા ચીની સૈનિકોને રહેવા માટે ઘણુ બાંધકામ કરાયુ છે.અહીંયા મોટા પાયે ચીની સેના તૈનાત છે.

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.બીજી તરફ ચીન સાથેની લેટેસ્ટ વાતચીતમાં ભારતે પેંગોગ લેક વિસ્તારમાં ચીન દ્વારા બનાવાઈ રહેલા પુલનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

એવુ દેખાઈ રહ્યુ છે કે, ચીનની આર્મી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને લાઈન ઓફ કંટ્રોલમાં ફેરાવવા માટે બહુ ઝડપથી સૈન્યની તૈનાતી કરી રહ્યુ છે.જેના કારણે ભારતના સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, ચીન દ્વારા આંશિક રીતે સૈનિકોને પાછા ખસેડવા માટે કાર્યવાહી થઈ છે પણ ખતરો હજી યથાવત છે.

સંબંધિત પોસ્ટ્સ

ભારે હિમવર્ષાથી ઉત્તર ભારત ઠુંઠવાયું

Samachar Viswa

એનસીબીની કાર્યવાહી પર ઉદ્ધવની મજાક, હીરોઈન નહીં હેરોઈન પકડી છે

Samachar Viswa

ઓસ્ટ્રેલિયાએ કો-વેક્સનને મંજૂરી આપતાં પ્રવાસ સરળ બનશે

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો