લંડન
બ્રિટનના પીએમ બોરિસ જોનસન લોકડાઉનમાં પાર્ટી કરીને વિવાદોમાં આવી ગયા છે.
આ હરકત બદલ તેમની જ પાર્ટીના સાંસદો હવે તેમનુ રાજીનામુ માંગી રહ્યા છે.લોકડાઉન વચ્ચે પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પર પાર્ટી કર્યાના અહેવાલો સામે આવ્યા બાદ બોરીસ જોનસનને સંસદમાં માફી પણ માંગવી પડી છે.
મળતી વિગતો પ્રમાણે જ્યારે કોરોનાની મહામારીએ દુનિયા પર આક્રમણ કર્યુ ત્યારે સૌથી વધારે મોત અમેરિકા અને યુરોપમાં થયા હતા.પહેલા લોકડાઉનમાં જ્યારે લોકો ઘરોમાં કેદ હતા ત્યારે બોરિસ જોનસન પાર્ટી કરી રહ્યા હતા.
આ પાર્ટી માટે ઈ મેઈલ થકી નિમંત્રણ મોકલવામાં આવ્યા હતા.મીડિયામાં તેના અહેવાલો આવ્યા બાદ હવે લેબર પાર્ટીની સાથે સાથે તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો પણ જોનસન પર પસ્તાળ પાડી રહ્યા છે.
તેમણે સંસદમાં માફી માંગતા કહ્યુ હતુ કે,મને ખબર છે કે દેશમાં 18 મહિનામાં લાખો લોકોએ કુરબાનીઓ આપી છે અને હું જે પણ થયુ છે તે માટે માફી માંગુ છું.
બીજી તરફ લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે કહ્યુ હતુ કે, વડાપ્રધાન બ્રિટનના લોકો સાથે મજાક કરી છે.તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.
સંસદના કેટલાક સભ્યોએ વડાપ્રધાનના મફી માંગવાના નિર્ણયને અપૂરતો અને બહુ મોડેથી લેવાયેલા નિર્ણય તરીકે ગણાવ્યો હતો.