અમેરિકામાં પણ મોંઘવારીનો માર, 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો - Samachar Viswa
Latest News
Image default
Latest News વેપાર

અમેરિકામાં પણ મોંઘવારીનો માર, 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વોશિંગ્ટન

મોંઘવારીથી માત્ર ભારતના લોકો પરેશાન છે તેવુ નથી.અમેરિકામાં પણ મોંઘવારીએ 40 વર્ષનો રેકોર્ડો તોડી નાંખ્યો છે.

અમેરિકામાં કન્સ્યુમર પ્રાઈઝ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ એટલે કે ફૂગાવાનો દર ડિસેમ્બરમાં વાર્ષિક સાત ટકાથી વધ્યો છે.જે જુન 1982 પછી સૌથી વધારે છે.અમેરિકાના બ્યૂરો ઓફ સ્ટેટસ્ટિક દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.નવેમ્બરમાં મોંઘવારીનો દર 6.8 ટકા હતો.

અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે વધતી માંગ અને સપ્લાયમાં ઘટાડાના પગલે દેશમાં મોંઘવારી વધી રહી છે.જેના પગલે હવે અમેરિકાની રિઝર્વ બેન્ક આ વર્ષે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે.અમેરિકામાં સતત ત્રીજા મહિને મોંઘવારી 6 ટકા કરતા વધારે રહી છે અને રિઝર્વ બેન્કના 2 ટકાના ટાર્ગેટ કરતા ત્રણ ગણી વધારે છે.

અમેરિકામાં ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સમાં 6.3 ટકાનો અ્ને ગ્રોસરી પ્રાઈસમાં 6.5 ટકાનો વધારો દેખાયો છે.એક વર્ષમાં એનર્જી કોસ્ટ ઈન્ડેક્સ 29.3 ટકા વધ્યો છે.

અમેરિકામાં ફળ અને શાકભાજીના ભાવમાં સૌથી વધારે વધારો દેખાયો છે.એનર્જી કોસ્ટ ડિસેમ્બરમાં 0.4 ટકા ઘટી છે પણ ફરી 2022માં તેમાં વધાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

સતત બીજા દિવસે સેન્સેક્સમાં 673, નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઊછાળો

Samachar Viswa

જર્મનીમાં વેક્સિનના બંને ડોઝ ન લેનાર જાહેર સ્થળે નહીં જઈ શકે

Samachar Viswa

ન્.ૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતનો 372 રને ઐતિહાસિક વિજય

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો